સીએમ રૂપાણીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન કોરોના સંક્રમિત થયા

સીએમ રૂપાણીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન કોરોના સંક્રમિત થયા
સીએમ રૂપાણીના મુખ્ય અગ્રસચિવ કૈલાશનાથન કોરોના સંક્રમિત થયા

કૈલાશનાથનને કોરોનાના પ્રાથમિક સામાન્ય લક્ષણો હોવાથી હાલ તેઓ હોસ્પિટલમા દાખલ થવાને બદલે હોમ આઇસોલેશનમાં પ્રાથમિક સારવાર હેઠળ છે

  • Share this:
ગાંધીનગર : સીએમ વિજય રૂપાણીના મુખ્ય અગ્રસચિવ કે.કૈલાશનાથનને કોરોના થયો હોવાની વાત સામે આવી છે. કે.કૈલાશનાથનને તાવ , શરદીનાં લક્ષણો જણાતાં તેમણે કોરોના રિપોર્ટ કરાવતાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. હાલ તેઓ હોમ આઇસોલેટ હેઠળ છે.

ઉલ્લેખનીય છે કે રોજ સાંજે યોજાતી કોર કમિટીની બેઠકમાં હાજર રહેતા ડે. સીએમ નીતિન પટેલ, રાજ્યના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાશનાથન જેવા મોસ્ટ સિનીયર લોકો કોરોનાને કારણે ગેરહાજર રહેતા તેમના સ્થાને હવે ત્રણ મંત્રીઓ સૌરભ પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે.આ પણ વાંચો - પોરબંદર : ધારાસભ્યના ડોક્ટર પુત્રએ 1 રૂપિયાના ટોકન દરે હોસ્પિટલમાં સેવા આપવા તૈયારી દર્શાવી

ઉલ્લેખનીય છે કે ડે સીએમ નીતિન પટેલ છેલ્લા એક અઠવાડિયાથી યુ એન મહેતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર હેઠળ છે. હાલ તેઓની તબિયત સ્થિર છે. તેમને આગામી બે થી ત્રણ દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપી દેવાશે.

જ્યારે કૈલાશનાથનને કોરોનાના પ્રાથમિક સામાન્ય લક્ષણો હોવાથી હાલ તેઓ હોસ્પિટલમા દાખલ થવાને બદલે હોમ આઇસોલેશનમાં પ્રાથમિક સારવાર હેઠળ છે અને ઘરે બેઠા જ રાજ્ય સરકારની મહત્વની કામગીરી પર દેખરેખ પણ રાખી રહ્યા છે.
Published by:Ashish Goyal
First published:May 04, 2021, 20:02 pm

ટૉપ ન્યૂઝ