સીએમ રૂપાણીએ કરી મિમિક્રી કહ્યું, 'મનમોહનસિંહ એટલું ધીમું બોલતા કે..'

News18 Gujarati
Updated: April 13, 2019, 12:01 PM IST
સીએમ રૂપાણીએ કરી મિમિક્રી કહ્યું, 'મનમોહનસિંહ એટલું ધીમું બોલતા કે..'
વિજય રૂપાણી - ફાઈલ ફોટો

મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું નિવેદન પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ એટલું ધીમું બોલતા કે તેઓ બોલે ત્યાં સુધીમાંઆતંકવાદી ધડાકા કરી દેતા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : મુખ્ય મંત્રી વિજય રૂપાણી આજે સવારે અરવલ્લીના મેઘરજ પહોંચ્યા હતા. ત્યાં તેમણે સાબરકાંઠા લોકસભા બેઠક માટે પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવાર દિપસિંહ રાઠોડ માટે પ્રચારઅર્થે આવેલા મુખ્ય મંત્રી રૂપાણીએ મંચ પરથી પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘની નકલ કરી હતી. તેમણે પૂર્વ વડાપ્રધાન વિશે એવું નિવેદન પણ આપ્યું હતું કે મનમોહનસિંહ એટલું ધીમું બોલતા ત્યાં સુધીમાં આતંકવાદી ધમકા કરીને નીકળી જતા

મુખ્યમંત્રીએ મંચ પરથી કહ્યું,“ મરદની મૈયતમાં જવાય નમાલા લોકો ભેગું ન જવાય. તમે એક હરફ ઉચ્ચાર નહોતી. હમ દેખતે હે.. હમ સોચતે હે.. મનમોહનસિંઘ આવું ધીમું ધીમું બોલતા ત્યાં તો બીજા ધડાકા થઈ ગયા હોય. આ ત્રાસવાદીઓ આલ્યા માલ્યા જમાલ્યાઓ આપણે ટાપલા મારતા ગ્યા. તમારી આ હિમ્મતવગરની નીતિઓના કારણે તેમનું જોર વધતું ગયું.” ઉલ્લેખની છે કે વિજય રૂપાણી પાછળા ઘણા દિવસોથી રાજ્યભરમાં એવા નિવેદનો આપી રહ્યાં છે, કે જો ભાજપ હારશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટસે અને કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફુટશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમમાં અરવલ્લીના જિલ્લા કોંગ્રેસ મંત્રી કનુભાઈ ઠાકોરે ભાજપમાં જોડાયા હતા. મેઘરજમાં સીએમ રૂપાણીની ઉપસ્થિતીમાં કોંગ્રેસના 8 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
First published: April 13, 2019, 11:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading