Home /News /gujarat /

CM પટેલે મુંબઈમાં ઉદ્યોગકારો સાથે કરી બેઠક, કહ્યું 'આત્મનિર્ભર ભારતની યાત્રામાં વાઇબ્રન્ટ સક્ષમ પ્લેટફોર્મ'

CM પટેલે મુંબઈમાં ઉદ્યોગકારો સાથે કરી બેઠક, કહ્યું 'આત્મનિર્ભર ભારતની યાત્રામાં વાઇબ્રન્ટ સક્ષમ પ્લેટફોર્મ'

CM પટેલે રોડ શો પહેલા મુંબઈના તાજ પેલેસમાં (Mumbai Taj palace) અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો

CM પટેલે રોડ શો પહેલા મુંબઈના તાજ પેલેસમાં (Mumbai Taj palace) અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો

    Vibrant Gujarat Summit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Cm Bhupendra Patel) વાઇબ્રન્ટ સમિટ 2022ના (Vibrant Gujarat Summit 2022) રોડ શો અંગે હાલ મુંબઈમાં છે. તેઓએ રોડ શો પહેલા મુંબઈના તાજ પેલેસમાં (Mumbai Taj palace) અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી આ દરમિયાન ટાટા સન્સના (Tata sons) ચેરમેન નટરાજ ચંદ્રશેખર મળ્યા હતા. તેમણે ગુજરાતમાં આગામી બે વર્ષમાં ટાટા મોટર્સના સાણંદ પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી.

    ટાટા સન્સના ચેરમેન સાથે મુલાકાત

    સીએમ ભૂપેન્દ્ર પટેલને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે મળીને તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ તેઓ આગામી સમયમાં આગળ વધશે તેવું જણાવ્યું હતુ. તેમણે આગામી સમયમાં ટાટા કેમિકલ્સના પ્લાન્ટના એક્સપાન્શન માટેની પણ તત્પરતા વ્યક્ત કરીને ચર્ચા કરી હતી.



    કોટક મહિન્દ્રા બેંકના MD સાથે મુલાકાત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના MD અને CEO ઉદય કોટકે વન ટુ વન બેઠક કરી હતી. ગિફ્ટ સિટીમાં ફાયનાન્સ અને બેન્કિગ સેકટર માટેની સુવિધાઓ આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી.



    બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ સાથે મુલાકાત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની બેંક ઓફ અમેરિકાના પ્રેસિડન્ટ અને ઇન્ડિયા હેડ કાકુ નખાટે સાથે થયેલી બેઠકમાં કાકુ નખાટેએ બેંક ઓફ અમેરિકાના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે મુખ્યમંત્રીને માહિતી આપી હતી. બેંક ઓફ અમેરિકા ગિફ્ટી સિટી કેમ્પસમાં એક લાખ ચોરસ ફૂટમાં ગ્લોબલ બિઝનેસ સર્વિસ સેન્ટર ચલાવી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં બેંક ઓફ અમેરિકાનું કેન્દ્ર, ફિનટેક અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. અને મોટા પાયે આ સેક્ટરમાં રાજ્યના યુવાનોને રોજગાર અવસર પુરા પાડે છે.



    આત્મનિર્ભર ભારતની યાત્રામાં વાઇબ્રન્ટ સક્ષમ પ્લેટફોર્મ

    વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત મુંબઇ રોડ-શોમાં સીએમએ સંબોધન આપ્યું હતુ. જેમાં કહ્યું હતુ કે, કોરોના પછી રી-લોકેટ થવા માંગતા ઉદ્યોગો માટે ગુજરાત અનૂકૂળ રાજ્ય,ગુજરાત દેશ અને દુનિયાના ઉદ્યોગોને આવકારવા આતુર આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફની વિકાસ યાત્રામાં સહભાગી બનવા વાઇબ્રન્ટ સમિટ સક્ષમ પ્લેટફોર્મ છે.



    મહત્વનું છે કે, રાજ્યની 10મી વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ જાન્યુઆરીમાં યોજાનારી છે. પરંતુ MoU કરવાની શરૂઆત અત્યારથી જ કરી દેવાઈ છે. 25 નવેમ્બર એટલે કે ગયા ગુરુવારે CM પટેલે દિલ્લીમાં ઉદ્યોગકારો સાથે મૂડી રોકાણ અંગે ચર્ચાઓ કરી હતી. અને કરોડો રૂપિયાના MoU કર્યા હતા.

    તો અત્યાર સુધીમાં CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરોડો રૂપિયાના મૂડીરોકાણના MOU સંપન્ન કરવામાં આવ્યા છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 15થી વધુ દેશો કન્ટ્રી પાર્ટનર તરીકે સહભાગી બનશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CM Bhupendra Patel, Vibrant summit 2021, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन