Home /News /gujarat /

'પાણીને ઘીની જેમ વાપરો' જાણો CM ભૂપેન્દ્ર પટેલે આવું કેમ કહ્યું

'પાણીને ઘીની જેમ વાપરો' જાણો CM ભૂપેન્દ્ર પટેલે આવું કેમ કહ્યું

સીએમ ભૂપેન્દ્ર પટેલની ફાઇલ તસવીર

CM ભુપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

  ગાંધીનગર: શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના (CM Bhuprndra Patel) વરદહસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ પાણી  (Save water)બચાવવાની મહત્તવની વાત કરી હતી. ત્યાં તેમણે કહ્યું કે, પાણીને ઘીની જેમ વાપરો.

  પાણી અંગે મુખ્યમંત્રીએ શું કહ્યું?

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાણીનું મહત્તવ સમજાવતા જણાવ્યુ કે, એક શાળામાં હું ગયો, ત્યાં ચકલીમાંથી ટીપું ટીપું પાણી પડતું હતુ, આવું કોઇના પણ ઘરમાં પડતુ હોય, મારા ઘરમાં પડતુ હોય તો હું પણ ધ્યાન ના આપુ, કે ચકલીમાંથી ટીપું ટીપું પાણી પડે છે. પરંતુ શાળની છઠ્ઠા કે સાતમા ધોરણની છોકરીએ કહ્યું કે, આ ટીપું ટીપું પાણીથી આપણે આખા વર્ષનું 37 હજાર લીટર પાણી બરબાદ કરીએ છીએ.પાણી માટે મહાવીર ભગવાન વખતે કહેવાયુ છે કે, પાણીને ઘીની જેમ વાપરજો. નાના હતા ત્યારે ઠંડુ પાણી પીવા માટે ઘરેથી 10 પૈસા આપતા નહતા. પરંતુ આજે આપણે પાણીની 10 રુપિયાની બોટલ લઇને ફરીએ છીએ. તો પણ આપણા મગજમાં પાણી બચાવવાનું મગજમાં આવતુ નથી. તમે દેશ માટે જે પણ બચાવી શકો તે બચાવો. તમે પેટ્રોલ બચાવો, પાણી બચાવો, લાકડું બચાવો, ઇલેક્ટ્રિસિટી બચાવો તે બધું દેશ માટે છે.

  GO-GREEN યોજના

  મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અને અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત સંગઠિત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત દ્વી-ચક્રી વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહનની ખરીદી પર 30%થી 50% અથવા રૂપિયા 30,000/- હજારની મર્યાદામાં સબસિડી આપવામા આવશે. તેમજ RTO TAX અને ROAD TAXમાં પણ સબસિડી આપવામાં આવશે.  કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે

  આ સબસિડી મેળવવા માટે જરૂરી અરજી કરવા માટે શ્રમયોગીઓ ઓનલાઈન અરજી કરી શકે તે માટે GO-GREEN પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે કરવામાં આવ્યુ છે. ‘GO-GREEN' યોજનાના અમલથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે તેમજ શ્રમયોગીઓને કોઈપણ જગ્યાએ આવવા જવામાં સરળતા રહેશે તથા તેમના નાણાની બચત થશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: CM Bhupendra Patel, ગાંધીનગર, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन