પાલનપુરમાં અસ્થિર મહિલા ચોથીવાર ગર્ભવતી બની, બાળકો ગૂમ!

News18 Gujarati
Updated: June 22, 2019, 4:14 PM IST
પાલનપુરમાં અસ્થિર મહિલા ચોથીવાર ગર્ભવતી બની, બાળકો ગૂમ!
પ્રતિકાત્મક તસવીર

માનસિક અસ્થિર મહિલા 3 વાર ગર્ભવતી બની, મહિલા 8માં મહિને ગાયબ થઈ જતી હોવાથી બાળકો વેચવાના કૌભાંડની આશંકા

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : ઉત્તર ગુજરાતમાં માનસિક અસ્થિર મહિલાને ગર્ભવતી બનાવી તેના બાળકો વેચી નાંખવામાં આવતું હોવાની આશંકાએ પાલનપુરમાં કૌભાંડ બહાર આવ્યું છે. એક માનસિક અસ્થિર મહિલા ત્રીજી વાર ગર્ભવતી બનતા શંકા સેવાઈ રહી છે. અગાઉ મહિલા ગર્ભવતી બની ત્યારે ગર્ભના આઠમા માસે તે ગાયબ થઈ ગઈ હતી. ઉત્તર ગુજરાતમાં માનસિક અસ્થિર મહિલાના બાળકોને વેચવાનું કૌભાંડ આચરાયું હોવાની શંકા સેવાઈ રહી છે.

મહિલાની સંભાળ રાખનારા પ્રો. કે.સી. પટેલે જણાવ્યું હતું કે આ અગાઉ બે વખત મહિલા આ પ્રકારે ગાયબ થઈ ગઈ હોવાથી અમે આ વખતે અમે તેના પર વૉચ રાખી હતી પરંતુ આ વખતે ફરી તે ગર્ભવતી બની અને ગાયબ થઈ જતાં કૌભાંડની શંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો : દિલ્હીનાં શિક્ષકે પત્ની સહિત 3 બાળકોને કાપીને મારી નાંખ્યા, થઇ ધરપકડ

આ મહિલા પાલનપુરમાં હાઇવે પાસે રોડ પર રહેતી હતી અને પ્રો.કે.સી. પટેલ તેની સારવાર કરતા હતા. અગાઉ મહિલા ત્રણ વાર ગર્ભવતી બની હતી જોકે તે બાળકો વગર પરત આવતી હોવાથી આ વખતે પ્રો. પટેલે તેના પર વૉચ રાખી હતી. દરમિયાન મહિલા ચોથી વાર ગર્ભવતી બનતા પ્રો. પટેલે તેની તપાસ કરી હતી. હાલમાં આ મહિલા બાયડ ખાતેની હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે અને તેના ગર્ભાશયમાં ગંભીર ઇજા પહોંચેલી છે. આ સમગ્ર પ્રકરણ મહિલાને ગર્ભવતી બનાવી અને બાળકો વેચવાનું કૌભાંડ હોવાની ચાડી ખાઈ રહ્યું છે.
First published: June 22, 2019, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading