પેટા ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદ હાવી! કોંગ્રેસ ઘુષણ ખોરોને પોષતું હોવાનો CM રૂપાણીનો આક્ષેપ

News18 Gujarati
Updated: October 17, 2019, 10:27 PM IST
પેટા ચૂંટણીમાં પણ રાષ્ટ્રવાદ હાવી! કોંગ્રેસ ઘુષણ ખોરોને પોષતું હોવાનો CM રૂપાણીનો આક્ષેપ
મુખ્યમંત્રી વિજય રૂપાણી

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ

  • Share this:
મયુર માંકડીયા, અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના માત્ર ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ વિધાન સભા બેઠકો પર પ્રચારનો દોર હાથ પર લીધો છે. મુખ્યમંત્રી દ્વારા અમરાઈવાડી, લુણાવાડા, ખેરાલુ, બાયડ બાદ આજે થરાદ અને રાધનપુર બેઠક પર વિશાળ જનસભા યોજવામાં આવી હતી. રાધનપુર ખાતે જનસભા સંબોધતા મુખ્યમંત્રીએ વિકાસનું પર્યાય એટલે ભાજપના કમળનો દાવો કરતા કોંગ્રેસ ઘુષણ ખોરોને પોષતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાધનપુર ખાતે વિશાળ જાહેરસભા યોજાઇ હતી. અલ્પેશ ઠાકોર માટે મત માગતા મુખ્યમંત્રીએ કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ ખાતર ઘુષણખોરોને દેશમાં સ્થાયી બનાવીને દેશના નાગરીકો માટે ‘‘ઘરના છોકરા ઘંટી ચાટે’’ તેવી પરિસ્થિતિનું નિર્માણ કરી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. તો સાથે જ ભાજપાને દેશના કાયદો-વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે, આગામી મહિને જ્યારે અયોધ્યા વિવાદનો ચુકાદો આવવાનો છે ત્યારે, અયોધ્યામાં રામ મંદિર બનવાનો ભાજપાને આશાવાદ વ્યક્ત કર્યો હતો.

વિજય રૂપાણીએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ચૂંટણીનું રણશિંગુ ફુંકાઇ ચૂક્યું છે અને આગામી 21 ઑક્ટોબરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે મને સંપૂર્ણ આત્મવિશ્વાસ છે કે, રાધનપુર વિધાનસભા બેઠક પરથી અલ્પેશજી ઠાકોર સહિત ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની તમામ છ બેઠક પરના ભાજપા ઉમેદવારો જનતાજનાર્દનના આશીર્વાદથી ભવ્ય વિજય પ્રાપ્ત કરશે.

તો સાથે જ જણાવ્યું હતું કે, તાજેતરમાં યોજાઇ ગયેલ લોકસભા ચૂંટણીનો એક જ મુદ્દો હતો કે ‘દેશ કોના હાથમાં સલામત?’ ત્યારે, દેશભરના નાગરિકોએ દેશમાં વિકાસની સાથે-સાથે શાંતિ અને સલામતીનું વાતાવરણ બની રહે તે હેતુથી ભાજપાને ખોબે ખોબે મત આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેવા વિરાટ નેતૃત્વને પુનઃએકવાર પ્રધાનસેવકના રૂપમાં દેશની સેવા કરવાનો અવસર આપ્યો અને દેશભરમાંથી કોંગ્રેસનો સફાયો કરી દીધો. ભૂતકાળમાં કોંગ્રેસના રાજમાં આતંકવાદી હુમલા પછી નેતાઓ દ્વારા ફક્ત દેખતે હે, સોચતે હૈના નિવેદન આપવામાં આવતા હતા જ્યારે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભાજપા સરકારમાં નાનામાં નાની આતંકવાદી ઘટના સામે ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવે છે. કોંગ્રેસ હંમેશા આતંકવાદીઓ અને પાકિસ્તાનને છાવરતી ભાષા બોલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ નાબૂદ કરીને સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. શ્યામાપ્રસાદ મુખરજીને ખરા ખર્થમાં શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.ચૂંટણી સભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, કોંગ્રેસે વોટબેંકની રાજનીતિ ખાતર ઘુષણખોરોને દેશમાં સ્થાયી બનાવીને દેશના નાગરીકો માટે ‘‘ઘરના છોકરા ઘંટી ચાટે’’ તેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યુ છે. દેશના નાગરિકને તેમના તમામ હક્કો અપાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની ભાજપાની કેન્દ્ર સરકાર આગામી સમયમાં સમગ્ર દેશમાં એન.આર.સી. લાગુ કરીને ઘૂષણખોરોને દેશ છોડવા માટે મજબૂર કરવા જઇ રહી છે. ભાજપાને દેશના કાયદો-વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટ પર સંપૂર્ણ ભરોસો છે, આગામી મહિને જ્યારે અયોધ્યા વિવાદનો ચુકાદો આવવાનો છે ત્યારે, અયોધ્યામાં રામ મંદિર બનવાનો ભાજપાને આશાવાદ છે.તો સાથે ગુજરાત સરકાર દ્વારા મા અમૃતમ, માં વાત્સલ્ય યોજના દ્વારા પાંચ લાખ સુધી મફત સારવાર, ગરીબ કલ્યાણ મેળા થકી એક કરોડથી વધુ લાભાર્થીઓને લાભ, સેવાસેતુ કાર્યક્રમ થકી નાગરિકોની અરજીઓનું તત્કાળ નિરાકરણ સહિત અનેક યોજનાઓ જનહિતમાં કાર્યરત કરવામાં આવી છે. કોંગ્રેસે ખેડુતો માટે હંમેશા મગરના આંસુ જ સાર્યા છે, ભૂતકાળમાં કોંગ્રેસે ગુજરાતમાં અનેક ખેડુતોને ગોળીએ ધરબી દીધા હતા અને આજે કોંગ્રેસ ખેડુતોને ભ્રમિત કરી મત માંગવા નીકળી છે. ગુજરાત સરકાર દ્વારા ૯૦૦૦ કરોડથી વધુની કિંમતના પાક ટેકાના ભાવે ખરીદવામાં આવ્યા છે. ભાજપાએ ખેડુતોનું વ્યાજ માફ કરીને ખેડુતોને વ્યાજમુક્તિ આપી છે. ખેડુતો માટે સિંચાઇની સુવિધાની વાત હોય, કે ગામે-ગામ રસ્તા કે ગટર વ્યવસ્થાની વાત હોય કે પછી દિવ્યાંગ-વૃધ્ધ/વિધવા સહાય પેન્શનની વાત હોય ભાજપાની ગુજરાત સરકાર હંમેશા સંવેદનશીલ નિર્ણય કરતી આવી હોવાનો દાવો કર્યો હતો.

રાધનપુરના ખેડૂતોને અપીલ કરતા મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે ખેડુતો માટે હંમેશા મગરના આંસુ જ સાર્યા છે, ભૂતકાળમાં કોંગ્રેસે ગુજરાતમાં અનેક ખેડુતોને ગોળીએ ધરબી દીધા હતા અને આજે કોંગ્રેસ ખેડુતોને ભ્રમિત કરી મત માંગવા નીકળી છે. ચોકસ મુખ્ય મંત્રી દ્વારા છેલ્લી ઘડીનો પ્રચાર તમામ છ વિધાનસભા બેઠકો પર કરવામાં આવી રહ્યો છે. ત્યારે જોવાનું એ રહશે કે 6માંથી કેટલી બેઠકો પર ભાજપનું કમળ ખીલશે.
First published: October 17, 2019, 10:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading