Home /News /gujarat /

બેકારોની ફોજ કોંગ્રેસના પાપે ઊભી થઇ છેઃ CM વિજય રૂપાણી

બેકારોની ફોજ કોંગ્રેસના પાપે ઊભી થઇ છેઃ CM વિજય રૂપાણી

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ ફોટો)

આજે યોજાયેલી જાહેરસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસે કેટલાક લોકોને ટિકિટની આશાએ લટકાવી રહ્યા છે.

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠાઃ લોકસભા ચૂંટણીની મૌસમમાં પક્ષપલટાની મૌસમ પણ ખીલી ઉઠી છે. નેતાઓ વર્ષોથી જેમાં કામ કરતા એવા પક્ષોને છોડીને વિરોધી પક્ષમાં બેસી જાય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસમાંથી મોટાભાગે નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે. ત્યારે વધુ એક નેતા કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો પાલવ પકડ્યો છે. પાલનપુરના વિપક્ષના નેતા અમૃત જોશી કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા છે. આમ બનાસકાંઠામાં કોંગ્રેસનો સફાયો થયો હોવાનું સુત્રો માની રહ્યા છે.

    મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુરમાં વિજય રૂપાણીની જાહેર સભા યોજાઇ હતી. આ સમયે જ પાલનપુરના વિપક્ષના નેતા અમૃત જોશી ભાજપમાં જોડાયા છે. આજે યોજાયેલી જાહેરસભામાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં કોંગ્રેસનો સફાયો થયો છે. કોંગ્રેસે કેટલાક લોકોને ટિકિટની આશાએ લટકાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ઉમેદવારોમાં જ આપણે ચૂંટણી જીતી ગયા છીએ.

    આ વખતે ચૂંટણીમાં એક તરફ ચોકીદાર અને બીજી તરફ ચોરની પાર્ટી છે. વર્ષોથી દેશને લૂંટનારા લોકો શું ચોકીદારને ચોર કહેતા હશે. તેમણે મહાગઢબંધન ઉપર કટાક્ષ કરતા કહ્યું હતું કે, મોદીની બીકથી ભેગા થયા છે. મહાગઠબંધન એ મજબુરીનું ગઠબંધન છે. એટલું જ નહીં હજી કોંગ્રેસ વાળા પણ રાહુલમાં સહમત નથી. શિયાળને જીબ લબડતી હોય તેમ ગઠબંધનવાળા વડાપ્રધાન બનવા થનગની રહ્યા છે.

    એક તરફ આતકંવાદીઓનો સફાયો કરનારા છે તો બીજી તરફ આતંકવાદીઓને બીરિયાની ખવડાવનારા લોકો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં 370 કલમ નહીં કાઢવાની વાત છે. ઢંઢેરામાં રાજદ્રોહના કેસ પાછા ખેંચવાની વાત છે. સેનાનું મોરલ તોડવાનું વચન છે. પાકિસ્તાન માટે આટલો પ્રેમ કેમ? આ વખતની ચૂંટણીમાં એક તરફ હિન્દુસ્તાન અને બીજી તરફ પાકિસ્તાન છે. જો પરિણામ આગુ પાછું આવ્યું તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે.

    તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં બેન્કમાં કોઇ ખાતું ખોલાવા જવા દેતું ન્હોતું ને હવે 72 હજાર રૂપિયા આપવાની વાતો કરો છે. બેકારોની ફોજ કોંગ્રેસના પાપે ઊભી થઇ છે. ગરીબ અને કોગ્રેસ બે સાથે સાથે આવે છે. આજે આખી કોંગ્રેસ ભ્રષ્ટાચારમાં તરબોળ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, North Gujarat Lok Sabha Elections 2019

    આગામી સમાચાર