દુર્ગાષ્ટમી જેટલુ મહત્વ ચૈત્રી અષ્ટમીનું, અંબાજીમાં ભક્તોની ભીડ

News18 Gujarati
Updated: March 25, 2018, 5:41 PM IST
દુર્ગાષ્ટમી જેટલુ મહત્વ ચૈત્રી અષ્ટમીનું, અંબાજીમાં ભક્તોની ભીડ
શાસ્ત્રીએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રીની અષ્ઠમી એ યંત્ર પુજા માટે શ્રેષ્ઠ દિવસ છે....

શાસ્ત્રીએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રીની અષ્ઠમી એ યંત્ર પુજા માટે શ્રેષ્ઠ દિવસ છે....

  • Share this:
આજે ચૈત્રી નવરાત્રી હાલ અંતિમ ક્ષણમાં છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રી ની અષ્ટમી ને લઈ યાત્રાધામ અંબાજી ખાતે શ્રદ્ધાળુઓ ની ભારે ભીડ ઉમટી પડી હતી ને અનેક શ્રદ્ધાળુઓ વિભિન્ન પ્રકારે માતાજી ની આરાધના કરતા નજરે પડ્યા હતા ત્યારે હવન શાળામાં હોમ હવન, પાવડીપુજા, યંત્રપૂજા જેવી અનેક પૂજાઓ ભક્તોએ માં અંબાના મંદિરે કરી હતી એટલું જ નહીં પદયાત્રીઓ પણ મોટી સંખ્યામાં લાલ ધજાઓ લઈ અંબાજી મંદિરે પોહ્ચ્યા હતા.

આ ચૈત્રી નવરાત્રીમાં અષ્ટમીનું વિશેષ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અનુસ્થાન કરતા હોય છે ને આસો મહિનાની દુર્ગાષ્ટમીના જેટ્લુજ મહત્વ આ ચૈત્રી અષ્ટમીનું પણ મહત્વ રહેલું છે ને શ્રદ્ધાળુ ઓ પોતાની તથા પોતાના પરિવારનેસુખ શાંતિ પ્રવર્તે તેના માટેની પૂજા કરી.

અંબાજી મંદિર ચલ યંત્ર પુજારી ભાઈરામભાઈ શાસ્ત્રીએ જણાવ્યું કે, ચૈત્રી નવરાત્રીની અષ્ઠમી એ યંત્ર પુજા માટે શ્રેષ્ઠ દિવસ છે.

ચૈત્રી નવરાત્રિ તેના અંતિમ પડાવમાં છે છે ત્યારે અંબાજીમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી હતી. અનેક શ્રદ્ઘાળુઓ માતાજીના આરાધના કરતા જોવા મળ્યા હતા. શ્રદ્ધાળુઓએ અહીં હોમ, હવન, પાવડીપૂજા, યંત્ર પૂજા મંદિરમાં કરી હતી. નવરાત્રિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અનુષ્ઠાન કરતા હોય છે આથી આસો મહિનાની દુર્ગાષ્ટમી જેટલુ જ મહત્વ આ ચૈત્રી અષ્ટમીનું પણ હોય છે.

સ્ટોરી - મહેન્દ્ર અગ્રવાલ
First published: March 25, 2018
વધુ વાંચો
अगली ख़बर