Home /News /gujarat /

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, જાણી લો અંબાજી મંદિરનાં વિશેષ આરતી અને દર્શનનાં સમય

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, જાણી લો અંબાજી મંદિરનાં વિશેષ આરતી અને દર્શનનાં સમય

અંબાજી મંદિર

અંબાજીમાં આજથી નવરાત્રી દરમિયાન યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે વિશેષ આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરી સુવિધા કરવામાં આવેલ છે.

  ન્યૂઝ 18 ગુજરાતી : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ ઉપરાંત સિંધી સમાજમાં શ્રી ઝૂલે લાલ દરિયાલાલ જયંતીની ઉજવણી થશે. આ દિવસે ગુડીપડવાની પણ ઉજવણી થાય છે.

  અંબાજીમાં આજથી નવરાત્રી દરમિયાન યાત્રિકોના ધસારાને પહોંચી વળવા માટે દેવસ્થાન ટ્રસ્ટ તરફથી વિશેષ આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરી સુવિધા કરવામાં આવેલ છે.

  પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે આજથી શરૂ થતા ચૈત્ર નવરાત્રિના પર્વને લઈને સવારે 8.15 વાગે મંદિરના ગર્ભગૃહ પરિસરમાં ઘટસ્થાપન કરવામાં આવશે. જ્યાં ભટ્ટજી મહારાજના હસ્તે પૂજા-અર્ચના કરી ઘટસ્થાપન કરવામાં આવશે.

  આજ સવારથી જ ભક્તોનું આગમન થવા લાગ્યું છે


  આ પૂજાવિધીમાં મંદિર ટ્રસ્ટના ઉચ્ચ સત્તાવાળાઓ બેસી પુજા-અર્ચના કરી નવરાત્રી પર્વનો પ્રારંભ કરાવશે. ચૈત્રી નવરત્રિએ આરાધના અને શક્તિની ઉપાસના માટેનુ વિશેષ પર્વ હોઈ આ નવરાત્રિનું સવિશેષ મહત્વ હોય છે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાનનાં સમય પર પણ એક નજર નાંખી લો.

  આ પણ વાંચો: ધર્મ, વિજ્ઞાન, આયુર્વેદ પ્રમાણે તર્ક : આ માટે ઉપવાસમાં નથી ખવાતું અનાજ

  આરતી દર્શનનો સમય
  1. આરતી સવારે- 7થી 7.30
  2. દર્શન સવારે-8થી 11.30
  3. રાજભોગ બપોરે- 12 વાગ્યે
  4. દર્શન બપોરે- 12.30થી 4.30
  5. આરતી સાંજે- 7થી 7.30
  6. દર્શન સાંજે- 7.30થી 9
  7. ચૈત્ર સુદ આઠમ: આરતી સવારે- 6 વાગ્યે
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Chaitra navratri 2019, Navratri, અંબાજી, અંબાજી મંદિર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन