મોદી સરકારની ગુજરાતને ગીફ્ટ, રોડ-રસ્તા માટે આપશે રૂ. 780 કરોડ

kiran mehta | News18 Gujarati
Updated: December 28, 2017, 8:40 PM IST
મોદી સરકારની ગુજરાતને ગીફ્ટ, રોડ-રસ્તા માટે આપશે રૂ. 780 કરોડ
આ મુદ્દે કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતમાં નવીન રોડ-રસ્તા માટે 780 કરોડના ફંડને મંજૂરી આપવામાં આવી છે...

આ મુદ્દે કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતમાં નવીન રોડ-રસ્તા માટે 780 કરોડના ફંડને મંજૂરી આપવામાં આવી છે...

  • Share this:
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી નવી સરકાર બન્યાને હજુ ગણતરીના કલાકો જ થયા છે તેવામાં કેન્દ્રની મોદી સરકારે ગુજરાત સરકારને રૂ. 780 કરોડની ગીફ્ટ આપી છે.

મળતી માહિતી મુજબ, કેન્દ્રના ફંડમાંથી ગુજરાતમાં રોડ-રસ્તાના નિર્માણ માટે 780 કરોડ ફાળવવામાં આવશે. આ માટે મંજૂરી મળી ગઈ છે

આ મુદ્દે કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતમાં નવીન રોડ-રસ્તા માટે 780 કરોડના ફંડને મંજૂરી આપવામાં આવી છે. હવે ગુજરાત સરકાર 780 કરોડના ખર્ચે સ્ટેટ હાઈવે અને પંચાયત વિસ્તારના રોડ બનાવવા આ નાણાનો ઉપયોગ કરશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, કેન્દ્ર સરકારના ફંડની મદદથી રાજ્યમાં 37 રોડ અને 1 રેલ્વે અંડર બ્રિજનું નિર્માણ પણ કરવામાં આવશે.
First published: December 28, 2017, 8:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading