Home /News /gujarat /

ઢોર નિયંત્રણ બિલ હાલ મોકૂફ, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અપાઇ ખાતરી

ઢોર નિયંત્રણ બિલ હાલ મોકૂફ, વૈકલ્પિક વ્યવસ્થા કરવાની અપાઇ ખાતરી

Gujarat News: રાજ્ય સરકાર રખડતા પશુઓ અંગે નવું બીલ વિધાનસભામાં લાવી હતી. જેની સામે રાજ્યભરની માલધારી સમાજમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો

Gujarat News: રાજ્ય સરકાર રખડતા પશુઓ અંગે નવું બીલ વિધાનસભામાં લાવી હતી. જેની સામે રાજ્યભરની માલધારી સમાજમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો

    ગાંધીનગર: રસ્તા પર રખડતા પશુઓના આતંકમાં કેટલીય માનવ જીંદગી હોમાઇ ચૂકી છે. ત્યારે રાજ્ય સરકાર રખડતા પશુઓ અંગે નવું બીલ વિધાનસભામાં લાવી હતી. જેની સામે રાજ્યભરની માલધારી સમાજમાં વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો હતો. આ સાથે વિવિધ સમાજ દ્વારા માંગ કરાઇ હતી કે, સરકાર નવા બિલ પહેલા રખડતા-ભટકતા પશુઓની વૈકલ્પિક વ્યવસ્થા કરે. જે અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે માલધારી સમાજના પ્રતિનીધિઓની બેઠક થઇ હતી. જેમાં આ બિલ યોગ્ય વૈક્લિપક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ બિલને મોકૂફ રાખવામાં આવ્યું છે. જે અંગેની ખાતરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.

    લોકોને તકલીફ નહીં પડે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માલધારી સમાજના અગ્રણીઓની બેઠક થઇ હતી. જે બાદ ગુજરાત ભાજપના નેતા રણછોડ દેસાઇએ જાહેરાત કરી હતી કે, યોગ્ય વૈક્લિપક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ બિલને મોકૂફ રાખવામાં આવે છે. લોકોને તકલીફ ન પડે અને માલધારી સમાજના લોકોના જે પણ પ્રશ્નો છે તેનું યોગ્ય રીતે નિરાકરણ ન આવે ત્યાં સુધી મુખ્યમંત્રીએ આ બિલને મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

    આ પણ વાંચો - સુરત: ગટરમાંથી સોનું કાઢવાની લાલચે બે યુવાન ફસાયા, ગૂંગળાઇને થયું મોત

    વૈક્લપિક વ્યવસ્થા કરાશે

    તેમણે વધુમાં જણાવ્યુ કે, આગામી સમયમાં મહાનગર પાલિકા અને પાલિકાઓમાં જે પણ માલધારી સમાજા રહે છે, તેની ઓળખ કરીને હાઇકોર્ટ દ્વારા જે માર્ગદર્શન અપાયું છે તે પ્રમાણેની જ તેમની વૈક્લપિક વ્યવસ્થા કરવામાં આવશે. તે પ્રાકરનો નિર્ણય કરવાનો મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.

    આ પણ વાંચો - ગીર: કેસર કેરીના રસિકો માટે માઠા સમાચાર, આ વર્ષે ઉત્પાદન ઘટશે

    માલધારી સમાજની માગ

    આ બિલ બાદ, માલધારી સમાજ દ્વારા સરકાર સમક્ષ અરજ કરવામાં આવી હતી કે, સૌ પ્રથમ પશુઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે. ત્યારબાદ જ નવા કાયદાની અમલવારી શરૂ કરવામાં આવે. સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવી રહ્યો છે તેમાં જો રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા પશુઓ પકડાય તો માલિકને એક વર્ષની સજા અને દંડની જોગવાઇ રાખવામાં આવી છે. જે માલધારીઓ માટે મહામુસીબત સર્જશે. તેથી તાત્કાલીક અસરથી કાયદાને મોકૂફ રાખવા માંગણી કરવામાં આવી હતી. આ સાથે ગૌચરની જમીન સત્વરે ખાલી કરાવવા માંગ કરી હતી.



    બિલમાં આવી હતી જોગવાઇ

    પહેલા આ બિલમાં 10 હજારથી 50 હજાર રૂપિયાના દંડની જોગવાઈ હતી, ચર્ચા બાદ દંડની રકમ 5 હજારથી 25 હજાર રૂપિયા કરવામાં આવી હતી. શહેરી વિસ્તારોમાં પશુ રાખવા માટે પશુપાલકે લાઇસન્સ લેવું પડશે તેવું પણ જણાવવામાં આવ્યુ હતુ. મંજૂરીથી રાખેલા તમામ ઢોરને ટેગ લગાવવું પડશે. કાયદાના ભંગ બદલ જેલની સજાની પણ જોગવાઇ છે. લાયસન્સ મળ્યાના 15 દિવસમાં પશુને ટેગ લાવવાનું રહેશે. પશુ પકડવા ગયેલા કર્મચારીઓ પર હુમલો કરવાના કેસમાં કડક કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવ્યુ હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    આગામી સમાચાર