પાલનપુર-આબુરોડ હાઈવે પર ગેરકાયદે ઊભાં કરેલાં ઝૂંપડાંઓ પર બુલડોઝર ફરી વળ્યું

પાલનપુર-આબુરોડ હાઈવે પર ગેરકાયદે ઊભાં કરેલાં દબાણો પર બુલડોઝર ફરી વળ્યું.

  • Share this:
    બનાસકાંઠાઃ પાલનપુર-આબુરોડ હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટી, પાલિકા, માર્ગ મકાન અને સિટી સર્વે કચેરી દ્વારા ગેરકાયદે ઊભાં કરેલાં દબાણોને હટાવાયા હતા.

    વધુ વિગત જાણવા મુજબ, પાલનપુર-આબુરોડ હાઈવે પર ગેરકાયદે ઊભાં કરેલાં દબાણો નેશનલ હાઈવે ઓથોરિટી, પાલિકા, માર્ગ મકાન અને સિટી સર્વે કચેરી દ્વારા દૂર કરાયાં હતાં. ગેરકાયદે હોર્ડિગો અને કાચાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવાયું હતું. બુલડોઝર ફેરવતી વખતે એક બીમાર વ્યક્તિનુ ઝૂંપડું તોડી 108 મારફત હોસ્પિટલમાં ખસેડાઈ હતી. વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડાં તોડાતાં અનેક બેઘર બનતાં લોકોમાં રોષ ફેલાયો હતો.
    Published by:Sanjay Joshi
    First published: