આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠામાં મોટાકરઝા ગામે એક આખલાએ આતંક મચાવ્યો છે. બેકાબૂ બનેલા આખલાએ વૃદ્ધ મહિલાને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડતાં તેમનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજયું હતું. જ્યારે ગ્રામજનોએ આખલાને પકડી ઝાડે બાંધી પાંજરાપોળ ને સોંપ્યો હતો.
બનાસકાંઠા રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે જેમાં ગઈકાલે અમીરગઢ ના મોટાકરઝા ગામે એક આખલો બેકાબૂ થઈ ગયો હતો અને તે સમયે ગામમાં જ રહેતા વૃદ્ધ મહિલા હેમબા ભેરસિંહ ચૌહાણને આખલાએ અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટના બાદ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઇજગ્રસ્ત વૃદ્ધા ને આખલાની ચુંગલમાંથી બચાવી સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં સારવાર દરમિયાન આ વૃદ્ધ મહિલાનું કરૂણ મોત નીપજ્યું હતું.
હેમબા ભેરસિંહ ચૌહાણને આખલાએ અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
આખલાએ વૃદ્ધા સિવાય પણ ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરતા ગ્રામજનો ભયભીત બની ગયા હતા. આખલાના ત્રાસથી લોકોને બચાવવા માટે આજે વહેલી સવારે ગ્રામજનો એકઠા થઇ આખલાને પકડી ઝાડ સાથે બાંધી પાંજરાપોળ ને સોંપ્યો હતો. આખલાને પાંજરાપોળમાં સોંપતા ગ્રામજનોએ રાહત નો દમ લીધો હતો
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર