બનાસકાંઠામાં કોરોનાનો ફાટ્યો રાફડો! BSFના 20 જવાન એકસાથે સંક્રમિત

નાગાલેન્ડથી આવેલા બી.એસ.એફના 20 જવાનો કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગે કોરોના અસરગ્રસ્ત જવાનોના સમ્પર્ક આવેલા લોકોની તપાસ હાથ ધરી છે.

નાગાલેન્ડથી આવેલા બી.એસ.એફના 20 જવાનો કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગે કોરોના અસરગ્રસ્ત જવાનોના સમ્પર્ક આવેલા લોકોની તપાસ હાથ ધરી છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: હાલ રાજ્યમાં(Gujarat Corona cases) કોરોનાની ગતિ ઘટી છે. ત્યારે  બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે આજે બીએસએફના (BSF) જવાનો કોરોના સંક્રમિત (Corona positive) થયા છે. એક સાથે 20 જવાનો કોરોના સંક્રમિત થતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે અને તાત્કાલિક ધોરણે તમામ કોરોના સંક્રમિત જવાનોને આઇસોલેટ કરી તેમના સંપર્કમાં આવેલા અન્ય જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.

  બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા 20 જેટલા બીએસએફના જવાનો કોરોના સંક્રમિત થયા હોવાની ઘટના સામે આવી છે. નાગાલેન્ડથી 1000 જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને બી.એસ.એફના પ્રોટોકોલ મુજબ અન્ય રાજયમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

  લોકો ઓક્સિજનની લાઇનો ભૂલી ગયા? વીકેન્ડમાં ગુજરાતીઓ મન મૂકીને ફર્યા

  જેમાંથી 20 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક તમામ અસરગ્રસ્ત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે. અસરગ્રસ્ત જવાનોના સંપર્કમાં આવેલા તમામ જવાનો અને લોકોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરાઈ છે.

  ઐતિહાસક પહેલ: ગુજરાત હાઇકોર્ટનું આજથી શરૂ થયું live streaming, આ લિંક પરથી તમે પણ જોઇ શકશો  નોંધનીય છે કે, રવિવારે ગુજરાતમાં કોરોનાના ઘણાં ઓછા કેસ સામે આવ્યા હતા. ત્યારે અત્યારે ગુજરાતમાં કોરોનાની (corona update in Gujarat) સ્થિતિ અંગે વાત કરીએ તો રવિવારે ગુજરાતમાં કોવિડ-19ના નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે 71 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા હતા. રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કુલ 493 એક્ટિવ કેસ છે. જેમાંથી 5 વેન્ટીલેટર ઉપર છે જ્યારે 488 સ્ટેબલ છે. કોરોના વાયરસે અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 10,076 લોકોનો ભોગ લીધો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: