Home /News /gujarat /બનાસકાંઠા : ડીસામાં સગા ભાઈએ ભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી

બનાસકાંઠા : ડીસામાં સગા ભાઈએ ભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી

બનાસકાંઠા : ડીસામાં સગા ભાઈએ ભાઈની કુહાડીના ઘા મારી હત્યા કરી

deesha latest news- બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ ઉશ્કેરાયેલા સુરેશે પિન્ટુને માથાના ભાગે કુહાડીના ઘા માર્યા, માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જ લોહી લુહાણ થયેલા પિન્ટુનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું

    આનંદ જયસ્વાલ,બનાસકાંઠા : બનાસકાંઠાના ડીસામાં (deesha latest news) સગા ભાઇએ જ ભાઈની હત્યા (Murder In deesha )કરી હોવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે તકરાર થતાં મોટાભાઈએ નાના ભાઈને કુહાડીના ઘા મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી ગણતરીના કલાકોમાં હત્યારા ભાઈને ઝડપી જેલના હવાલે કર્યો છે.

    અત્યારના ઘોર કળિયુગમાં સંબંધોનું ખૂન કરતી હોવાની ઘટના ડીસા શહેરમાં બની છે. ડીસાના માર્કેટયાર્ડ પાછળ આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં 21 વર્ષીય પિન્ટુ ઉર્ફે રસિક સંપતભાઈ દેવીપૂજક અને 32 વર્ષીય મોટા ભાઈ સુરેશ સંપતભાઇ દેવીપૂજક નામના બંને અપરણિત ભાઈઓ તેની માતા સાથે રહેતા હતા. બંને ભાઈઓ છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. આર્થિક ભીંસ હોવાના કારણે રોજ બરોજ બંને ભાઈઓ વચ્ચે નજીવી બાબતે તકરાર થતી હતી.

    આ પણ વાંચો - અમદાવાદ : વટવામાં મહિલાના હત્યા કેસમાં ચારની ધરપકડ, એક આરોપીનો વીડિયો આવ્યો સામે

    જેમાં આજે બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં જ ઉશ્કેરાયેલા સુરેશે પિન્ટુને માથાના ભાગે કુહાડીના ઘા માર્યા હતા. માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જ લોહી લુહાણ થયેલા પિન્ટુનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજયું હતું. બનાવને પગલે આજુબાજુના લોકોએ જાણ કરતા જ ડીસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. સગા નાના ભાઈની હત્યા કરનાર હત્યારા સુરેશને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી જેલના હવાલે કર્યો હતો.
    " isDesktop="true" id="1121906" >

    આ અંગે નાયબ પોલીસ અધિક્ષક ડો. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે સગા ભાઈએ ભાઈની હત્યા કરી છે. હત્યા કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે . નજીવી બાબતે થયેલી તકરારમાં નાનાભાઈની મોટા ભાઈએ હત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે પોલીસે અત્યારે આ આરોપીને ઝડતી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Banaskantha, Deesha, Deesha latest news, Murder In deesha, ડીસા, ડીસા સમાચાર, હત્યા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો