રાજ્યમાં વધુ એક પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: July 13, 2019, 5:32 PM IST
રાજ્યમાં વધુ એક પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીનો વીડિયો વાયરલ
યુવકે પીએસઆઇને સંબોધીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે યુવતી તેની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે. પરંતુ યુવતીના પિતાના ડરને કારણે મારા પરિવારને પોલીસ રક્ષણ આપવું.

યુવકે પીએસઆઇને સંબોધીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે યુવતી તેની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે. પરંતુ યુવતીના પિતાના ડરને કારણે મારા પરિવારને પોલીસ રક્ષણ આપવું.

  • Share this:
આનંદ જયશ્વાલ, બનાસકાંઠાઃ હાલ ઉત્તર પ્રદેશમાં પ્રેમ લગ્નએ ભારે ચર્ચા જગાવી છે. ત્યારે આવી જ એક ઘટના ગુજરાતના બનાસકાંઠામાં સામે આવી છે. અહીં કાંકરેજમાં પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવતીના પિતા યુવકના પરિવારજનોને હેરાન કરી રહ્યાં હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બનાસકાંઠાના કાંકરેજમાં પ્રેમ લગ્ન કરનારા યુવક યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં યુવકનું કહેવું છે કે યુવતીના પિતા યુવકના પરિવારજનોને હેરાન કરી રહ્યાં છે. યુવતીના પિતા દ્વારા અસહ્ય ત્રાસ આપવામાં આવતા યુવકના પરિવારજનો ઘર છોડી જતા રહ્યાં છે.

અહીં ક્લિક કરી વાંચોઃ માંડલ : પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની હત્યા મામલે યુવતીનાં પિતાની અટકાયત

વીડિયો દેખાતા યુવક-યુવતીનું નામ અર્જુન પ્રજાપતિ અને સોનલ રબારી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુવકે પીએસઆઇને સંબોધીને આ વીડિયો બનાવ્યો છે. જેમાં તે જણાવી રહ્યો છે કે યુવતી તેની મરજીથી યુવક સાથે લગ્ન કર્યા છે. પરંતુ યુવતીના પિતાના ડરને કારણે મારા પરિવારને પોલીસ રક્ષણ આપવું.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામની યુવતી સાથે પ્રેમલગ્ન કરનારા દલિત યુવકની પોલીસ તથા સરકારી અધિકારીની હાજરીમાં જ હત્યા કરી દેવામાં આવી હતી. કચ્છનાં ગાંધીધામનો દલિત યુવાન પોલીસની અભયમ ટીમ સાથે પત્નીને લેવા વરમોર ગામમાં ગયો હતો. જ્યાં યુવતીના પિતા, ભાઈ સહિત આઠ વ્યક્તિઓએ ધારીયા, તલવાર, છરી તેમજ લાકડીથી જીવલેણ હુમલો કરી યુવાનને જાહેરમાં જ રહેંસી નાખ્યો હતો. અભયમ્ 181 મહિલા પોલીસની ટીમ ઉપર હુમલો કરી પોલીસની હાજરીમાં હત્યાને અંજામ અપાયો હતો.
First published: July 13, 2019, 5:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading