દાહોદઃ BJP મહિલા મોરચાના ઉપપ્રમુખની 'લવ સ્ટોરી', 4 સંતાનોના પિતા સાથે કર્યા લગ્ન

News18 Gujarati
Updated: June 23, 2019, 1:21 PM IST
દાહોદઃ BJP મહિલા મોરચાના ઉપપ્રમુખની 'લવ સ્ટોરી', 4 સંતાનોના પિતા સાથે કર્યા લગ્ન
દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલે તેમનાથી બમણી ઉંમરના અને 6 સંતાનોના પિતા એવા શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા

દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલે તેમનાથી બમણી ઉંમરના અને 6 સંતાનોના પિતા એવા શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા

  • Share this:
સામાન્ય રીતે ફિલ્મોમાં જોવા મળતો કિસ્સો ગુજરાતના રાજકારણમાં જોવા મળ્યો છે. નાની ઉંમરની મહિલા નેતાએ પોતાની ઉંમરથી 18 વર્ષ મોટી ઉંમરના નેતા સાથે લગ્ન કર્યા હોવાનું દાહોદ જિલ્લામાં બનવા પામ્યું છે. દાહોદ જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ જલ્પા મલે તેમનાથી બમણી ઉંમરના અને 4 સંતાનોના પિતા એવા શંકર અમલીયાર સાથે લગ્ન કર્યા છે. તેઓ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ છે. સમગ્ર મામલો ફેસબુકના માધ્યમથી બહાર આવ્યો છે.

સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા જલ્પા મલ અમલીયારે 20 જૂને લગ્નની તસવીર શેર કરી હતી અને તેને પ્રોફાઈલ પિક્ચર બનાવ્યું હતું. ત્યારબાદ આજે (22 જૂને )પણ કવિતા સાથે ફેસબુક એકાઉન્ટ પર લગ્નની તસવીર મૂકી છે.

અહીં ક્લિક કરી વાંચોઃ પાલનપુરમાં અસ્થિર મહિલા ચોથીવાર ગર્ભવતી બની, બાળકો ગૂમ!

શંકર અમલીયારને 4 સંતાનો છે અને પોતે નોકરી, સમાજ સેવા કરે છે અને ખેતીની આવક ધરાવે છે. અમલીયારે 2019 લોકસભામાં હાલ સાંસદ અને ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાંભોરના ડમી તરીકે ફોર્મ ભર્યું હતું. ફોર્મમાં ભરેલી વિગતમાં પત્નીના નામની કોલમ અને સંપત્તિની વિગતોમાં જ્યોત્સનાબેનના નામનો ઉલ્લેખ કર્યો હતો.
First published: June 22, 2019, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading