ગુજરાતના બીજેપી પ્રમુખ 19 જૂન બાદ નક્કી કરાશે, આ છે દાવેદાર


Updated: June 13, 2020, 9:52 PM IST
ગુજરાતના બીજેપી પ્રમુખ 19 જૂન બાદ નક્કી કરાશે, આ છે દાવેદાર
ગુજરાતના બીજેપી પ્રમુખ 19 જૂન બાદ નક્કી કરાશે, આ છે દાવેદાર

રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાત બીજેપીનો સુકાની નક્કી કરાશે

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી બાદ ગુજરાત બીજેપીનો સુકાની નક્કી કરાશે. સૂત્રોની વાત માનીએ તો પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણીના અનુગામી તરીકે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું નામ હોટ ફેવરિટ માનવામાં આવે છે. આ સિવાય અન્ય નામોની વાત કરીએ તો પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલ , ઋષિકેશ પટેલ, પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરીનું નામ પણ ચર્ચા માં છે.

રાજ્યસભાની 19 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે ત્યારબાદ બીજેપીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પ્રદેશ બીજેપીના સુકાની નક્કી કરી દેવામાં આવનાર છે તેમ સૂત્રો કહી રહ્યા છે. પ્રદેશ બીજેપીના પ્રમુખ કોણ બનશે તેને લઈ સમગ્ર ગુજરાત બીજેપીના નેતાઓ થી લઈ કાર્યકરોમાં આતુરતા જોવા મળી રહી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલ, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ,પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી ,પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણીને દાવેદાર માનવા માં આવે છે.

અત્યારે હાલ રાજયમાં મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી હોવાના નાતે પાટીદાર સમાજથી જ પ્રદેશ બીજેપી પ્રમુખની પસંદગી કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે. પાટીદારોમાં વાત કરી એ તો સૌથી મોખરે નામ કૃષિ પ્રધાન રણછોડ ફળદુનું આવે છે. પરંતુ તેઓ સરકારમાં હોવાથી પ્રદેશ પ્રમુખ બનવાની નહિવત શક્યતા છે. બીજું નામ સૌરાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા નું છે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશ્વાસુ માનવામાં આવે છે. મહત્વપૂર્ણ વાત તો એ છે કે કોરોનાની મહામારીના સમયે ગુજરાતમાં કોરોનાની સામે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં કોરોના ને લઈ વિશેષ જવાબદારી સોંપી હતી. તેમના દ્વારા સમગ્ર કોરોનાને નિયંત્રણમાં લેવા કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે માટે રાજયના તમામ મહત્વના પદાધિકારીઓ સાથે સંકલન કરવા ઉપરાંત વિવિધ સંગઠનના હોદ્દેદારો સાથે સંકલન કરીને રિપોર્ટ કરવા માટે સૂચના અપાઈ હતી.

આ પણ વાંચો - કોરોના વાયરસ : રાજ્યમાં નવા 517 કેસ નોંધાયા, 24 કલાકમાં 33 દર્દીના મોત

એક તરફ રાજયમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના દર્દીઓના ટેસ્ટથી લઇ સારવાર બાબતે માછલાં ધોવાઈ રહ્યા હતા ત્યારે બીજી તરફ કોરોનાને કારણે રાજય સરકારની લોકોમાં ઉભી થતી નકારાત્મક છાપ દૂર કરવા કેવા પ્રકારના પગલાં લઈ શકાય તે માટે લોકો સાથે સીધો સંવાદ સાધી ને લોકોની મુશ્કેલી ઘટાડવા માટે પ્રયાસ કરતા હતા. જેના પરથી કહી શકાય કે આગામી સમયમાં કેન્દ્રીય નેતૃત્વ મનસુખ માંડવીયાને ગુજરાતમાં વિશેષ જવાબદારી સોંપી શકે છે.

બીજુ રણછોડ ફળદુ બે વખત પ્રદેશ બીજેપીના પ્રમુખ રહી ચુક્યા છે. અત્યારે હાલ તેઓ સરકારમાં કેબિનેટ પ્રધાન હોવાથી સંગઠનમાં આવે તેવી કોઈ શક્યતા નથી. ત્રીજું નામ પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણીનું છે. જોકે તેઓની ઉંમર જોતા પાર્ટી તેમની પસંદગી કરે તેવી કોઈ શક્યતા નથીઉત્તર ગુજરાતમાંથી વાત કરીએ તો પૂર્વ ગૃહ રાજય પ્રધાન રજની પટેલ ,વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ અને પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી પ્રદેશ પ્રમુખ પદ માટે દાવેદાર માનવામાં આવે છે. અત્યારે ઉત્તર ગુજરાતમાં બીજેપી માટે એક માત્ર કદાવર નેતા તરીકે નીતિન પટેલ છે તેઓ કડવા પાટીદાર સમાજ માંથી આવે છે. ત્યારે આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં બીજેપીનું પ્રભુત્વ વધે તે માટે પૂર્વ ગૃહ પ્રધાન રજની પટેલ અને ઋષિકેશ પટેલને તક આપી શકે છે.

જયારે પૂર્વ આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી અન્ય પછાત વર્ગ માંથી પ્રતિનિધિત્વ કરે છે. જોકે ગુજરાતના સીએમ વણિક હોવાથી ઓબીસીને પ્રદેશ પ્રમુખની કમાન સોંપાય તેવી નહિવત શક્યતા છે. આ તમામ નામોમાં મનસુખ માંડવીયાનું નામ મોખરે જોવા મળી રહ્યુ છે. તેઓ સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિત્વ છે. અત્યારની સૌરાષ્ટ્રની રાજકીય સ્થિતિ જોતા બીજેપીની રાજકીય સ્થિતિ મજબૂત કરવા માટે મનસુખ માંડવીયાને પ્રદેશ પ્રમુખ તરીકે જવાબદારી સોંપી ને વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સીએમ તરીકે પ્રોજેક્ટ કરી પાટીદારોના મતો અંકે કરી શકાય છે. બીજેપી માટે સૌરાષ્ટ્ર એ સત્તા નક્કી કરે છે ત્યારે સૌરાષ્ટ અને પાટીદારોની અવગણના કરી શકે નહી. આવા સંજોગોમાં બીજેપી પાસે મનસુખ માંડવીયા જ વિકલ્પ છે નહીંતર પ્રદેશ બીજેપીના પ્રમુખ જીતુ વાઘાણીને સેકન્ડ ટર્મ આપ્યા વગર કેન્દ્રીય નેતૃત્વ માટે છૂટકો નથી.
First published: June 13, 2020, 9:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading