અમિત શાહ પત્ની સાથે પહોંચા અંબાજી, માં અંબેના ચરણોમાં નમાવ્યું શીશ

અમિત શાહની ફાઇલ તસવીર

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આજે ચૈત્ર સુદ અષ્ટમી ના રોજ તેમના ધર્મ પત્ની સોનલબેન શાહ યાત્રાધામ અંબાજી ના દર્શનાર્થે પહોંચ્યા હતા

 • Share this:
  મહેન્દ્ર અગ્રવાલ, અંબાજીઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક ઉપર ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવાના છે ત્યારે તેમની જીત માટે આજે ચૈત્ર સુદ અષ્ટમી ના રોજ તેમના ધર્મ પત્ની સોનલબેન શાહ યાત્રાધામ અંબાજી ના દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યાં નિજ મંદિરમાં માતાજીના દર્શન કર્યા હતા જ્યા પુજારીએ કુમકુમ તિલક કરી માથે પાવડી મૂકી ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.

  અમિત શાહના ધર્મપત્ની સોનલબેન સાહેબ પતિદેવ અમિત શાહની જીત માટે મનોમન પ્રાર્થના પણ કરી હતી. ત્યારબાદ સોનલબેન પછી મહારાજના આશીર્વાદ લેવાનું પણ ચૂક્યા ન હતા.

  તેમણે માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ મેળવ્યા હતા જોકે અંબાજી પહોંચેલા સોનલબેન એ મીડિયા સમક્ષ કાંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો

  ગાંધીનગરની બેઠક પરથી ખુદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મેદાને ઉતર્યા છે ત્યારે તેમની જીત માટે અમિત શાહના પત્ની સોનલબેન શાહ આજે અંબાજી મંદિરે પહોંચ્યા હતા..

  જ્યાં નીજ મંદિરમાં તેમણે માતાજીને માથુ ટેકાવી અમિત શાહની જીત માટે પ્રાર્થના કરી હતી. ત્યારે બાદ તેમણે અંબાજી મંદિરના મહારાજના પણ આશીર્વાદ લીધા હતા.
  Published by:ankit patel
  First published: