ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી જીતવા ભાજપે ઘડ્યો પ્લાન


Updated: July 9, 2020, 10:39 PM IST
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી જીતવા ભાજપે ઘડ્યો પ્લાન
ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી જીતવા ભાજપે ઘડ્યો પ્લાન

કોરોના વાયરસની મહામારીના સમયમાં આગામી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાનો રોલ મહત્વનો રહેવાનો છે

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા પણ કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગુરુવારે આઇટી સેલની બેઠક મળી હતી, જેમાં આગામી વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર પ્રચાર સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.

કોરોના વાયરસની મહામારીના સમયમાં આગામી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાનો રોલ મહત્વનો રહેવાનો છે. વધુ લોકો એકત્ર ન થઈ શકે તે માટે સોશિયલ મીડિયા પર તમામ ઉમેદવારો પ્રચાર પર ભાર મુકશે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આગામી ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર પ્રચાર અને વિપક્ષને ઘેરવાના મુદ્દા પર ગુરુવારે યોજાયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.


આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 861 નવા કેસ, 24 કલાકમાં 15 દર્દીઓના મોત

પ્રચાર અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વધુ લોકોને કનેક્ટ કરવા પર પણ આ બેઠકમાં ભાર મૂકવામાં આવ્યો હતો. કોરોના અને વરસાદના સમયમાં વધુ લોકો સોશિયલ મીડિયા સાથે પ્રચારમાં જોડાય તે માટે કેમ્પઈન શરૂ કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા હતા. વળી મુખ્યમંત્રી ના મને ખબર નથી ના નિવેદન ટ્રેન્ડ થવા સામે આક્રમક રીતે જવાબ આપવા પણ સૂચના અપાઈ છે. ત્યારે આગામી પેટા ચૂંટણીમાં ભાજપને સોશિયલ મીડિયા કેટલું મદદરૂપ થશે તે જોવું રહ્યું.
Published by: Ashish Goyal
First published: July 9, 2020, 10:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading