ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીષ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં, નવા જૂનીના એંધાણ

ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીષ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં, નવા જૂનીના એંધાણ
ભાજપના રાષ્ટ્રીય સહ સંગઠન મંત્રી વી સતીષ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાતમાં, નવા જૂનીના એંધાણ

ભાજપની સંગઠન પર્વની કામગીરી કોઈપણ કારણે ખોરંભે ચડેલી છે

  • Share this:
ગાંધીનગર : ભાજપની સંગઠન પર્વની કામગીરી કોઈપણ કારણે ખોરંભે ચડેલી છે. આવા સંજોગોમાં અત્યારે સરકાર અને સંગઠનમાં બધું બરાબર નથી ચાલતું એ વાત જગ જાહેર છે અને આ તમામ પરિસ્થિતિથી હાઇકમાન્ડ વાકેફ છે. બીજી તરફ જે પ્રમાણે કોરોનાનો કહેર છે જેનાથી સરકાર અને સંગઠન બંનેની આબરુનું ધોવાણ થયું છે. સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલનો અભાવ છે અથવા તો કહી શકાય કે બંને વચ્ચે કોલ્ડ વોર ચાલતી હોવાના કારણે આબરૂ ભાજપની ઓછી થઈ રહી છે.

સંગઠન પર્વની કામગીરી પર વધુ એક વખત બ્રેક વાગી ગઈ છે અને સપ્ટેમ્બર માસ સુધીનો સમય મળ્યો છે. જો આ જ સ્થિતિ રહે તો આગામી સમયમાં ભાજપને નુકસાન વેઠવું પડી શકે છે. સંગઠનમાં પણ લગભગ નેતાઓ નિષ્ક્રીય છે. કોઈપણ મોરચો હોય તેના નેતાઓ રસ્તા પર દેખાતા નથી ત્યાં સુધી કે કોરોના મહામારી વચ્ચે પણ ગણ્યા ગાંઠ્યા નેતાઓ જ પ્રજા વચ્ચે જોવા મળ્યા હતા. આ તમામ બાબતો એવી છે જેની અસર લાંબા ગાળે ભાજપ પર થશે. તો સરકારની કામગીરી જે છે તે પ્રજા સુધી પહોંચતી નથી જેથી સરકારની પણ આબરૂ ઓછી થઈ રહી છે.આ પણ વાંચો - સુરત : મંત્રી કાનાણીના દીકરાના કારસ્તાનનો ઑડિયો Viral, મહિલા કોન્સ્ટેબલ સાથે બબાલ કરી

આવી તમામ પરિસ્થિતિ વચ્ચે સંગઠન મહામંત્રી વી સતીશ એક અઠવાડિયાથી ગુજરાતમાં છે અને નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. સૂત્રો કહી રહ્યા છે કે વી સતીષનો આ પ્રવાસ સૂચક છે કારણ કે આ સ્થિતિ વચ્ચે તેમનો આ પ્રવાસ ખૂબ મોટો છે. આ કારણે ભાજપમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારની સેવા હી સંગઠનની કામગીરીનું પ્રેઝન્ટેશન પણ વી સતીશે જોયું હતું. તમામ મોરચે તે સેન્સની કામગીરી કરી રહ્યા છે. કેટલાક નેતાઓ એ પણ જણાવી રહ્યા છે કે વી સતીષને મહારાષ્ટ્ર જવાનું હતું પરંતુ ત્યાં લૉકડાઉન છે જેના કારણે તે અહીં રોકાયા છે.
Published by:Ashish Goyal
First published:July 11, 2020, 15:16 pm

ટૉપ ન્યૂઝ