ગાંધીનગર: ગુજરાતના (Gujarat) 17મા મુખ્યમંત્રી (Gujarat CM Bhupendra Patel) તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel oath as Gujarat CM) આજે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે (Acharya Devvrat) રાજભવન ખાતે ભુપેન્દ્ર પટેલને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથ સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સાથે અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યાં હતાં. તે ઉપરાંત ભુપેન્દ્ર પટેલનો પરિવાર (CM Bhupendra Patel family) પણ ઉપસ્થિત રહ્યો હતો.
PM મોદીએ રાજ્યનાં મુખ્યમંત્રીને આપી શુભેચ્છા
PM મોદીએ રાજ્યનાં મુખ્યમંત્રીને શુભેચ્છા આપતા જણાવ્યું કે, ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન.આપને યશસ્વી કાર્યકાળ માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.
નરેન્દ્ર મોદીએ સીએમ ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છાઓ આપી
ભૂપેન્દ્ર પટેલે અમિત શાહનું ભાવભીનું સ્વાગત કર્યુ
ભૂપેન્દ્ર પટેલે સી.આર પાટીલ સાથે પણ મુલાકાત કરી હતી. આ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ એરપોર્ટ પર જ દેશના ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત કર્યું છે. તેઓ બંને ખુશખુશાલ મુદ્રામાં દેખાઇ રહ્યાં હતા.
સુસ્વાગતમ્…
ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી નું અમદાવાદ હવાઈમથક ખાતે ભાવભીનું સ્વાગત કર્યું હતું. pic.twitter.com/dxO7zvLCJh
શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલ નીતિન પટેલને મળ્યા હતા
શપથવિધિ પહેલા ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલે નીતિન પટેલના ઘરે જઇને માતાજીના દર્શન કરીને શુભેચ્છા મુલાકાત કરી હતી. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતુ કે, 'કોઈ નારાજગી નથી, અમારા જ ભાઈઓ છે, અમે સાથે મળીને કામ કરીશું, હું પાર્ટીનો કાર્યકર છું. ગઇકાલે મહેસાણામાં પહેલાથી ઓયોજિત કાર્યક્રમ હતો અને એટલે જ હું પાર્ટીની મંજૂરી લઇને ત્યાં ગયો હતો. ભૂપેન્દ્રભાઇ મારા પાડોશી છે, સામાજિક રીતે પણ અમે નજીક છીએ. કાલે પણ મેં તેમને શુભેચ્છા આપી હતી અને આજે પણ શુભેચ્છા મુલાકાતમાં પણ મેં તેમને માતાજીના દર્શન કરાવીને મોં મીઠું કરાવ્યું છે.'
ભૂપેન્દ્ર પટેલ આજે નીતિન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરીને હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ મુલાકાત કરી હતી. નોંધનીય છે કે, નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત બાદ વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં તેમને શુભકામનાઓ પાઠવી હતી. સાથે જ ભૂપેન્દ્રભાઈ એક સરળ અને સૌમ્ય વ્યક્તિ છે તેમ જણાવી તેમની કામગીરી વિશે ટૂંકો અહેવાલ આપ્યો હતો. વિજય રૂપાણીએ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં વડાપ્રધાનની વિકાસ યાત્રા સોળે કળાએ ખીલશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી પદને વિક્રમાદિત્યનું સિંહાસન ગણાવ્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી
ભૂપેન્દ્ર પટેલે સવારે મંદિરમાં દર્શન કર્યા
ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીપદના શપથ લેવા જતા પહેલાં ઘરે ભગવાનની પૂજા કરી હતી. પૂજા કર્યા બાદ તેઓ સીધા જ થલતેજ ખાતેના સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરીને સુરધારા સર્કલ પાસે નીતિન પટેલના ઘરે તેમના આશિર્વાદ લેવા માટે પહોંચ્યા હતાં. હવે તેઓ મેમનગર ખાતેના સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગાયની પૂજા કરી હતી.
છારોડી સ્થિત SGVP ગુરુકુળ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી સદગુરુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતાં. pic.twitter.com/PUsjeXkmct
શપથવિધિ પહેલા જ મુખ્યમંત્રી સવારથી એક્શન મોડમાં દેખાઇ રહ્યા છે. જામનગર જિલ્લામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે. જેના પગલે પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર જિલ્લાના કલેક્ટર સાથે ટેલીફોનિક વાતચીત કરતીને લોકોને જરૂરી મદદ-સહાય પહોંચાડવા માટે સૂચના આપી છે.
ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. જેમાં હાજરી આપવા માટે દિલ્હીથી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. નોંધનીય છે કે, નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોના આશીર્વાદ લીધા હતા. દરમિયાન નારણપુરાના ધારાસભ્ય કાર્યાલયે દિવાળી જેવો માહોલ હતો. મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા અને આતશબાજી કરી ઉજવણી કરી હતી. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે અમદાવાદમાં જગન્નાથ મંદિર તથા ત્રિમંદિરના દર્શને પહોંચ્યા હતા તેમજ પૂજા-અર્ચન કર્યા હતાં.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર