ગાંધીનગર: ભિલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોષીયારા (MLA Dr. Anil Joshiyara) નું નિધન થયું છે. અનિલ જોષીયારાનું 69 વર્ષે કોરોનાથી નિધન થયુ છે. તેઓની સારવાર ચેન્નાઇમાં ચાલી રહી હતી. આજે બપોરે એક કલાકે તેમનું ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં નિધન થયુ છે.
ડો. અનિલ જોષીયારા કોરોના સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમનાં ફેફસાંમાં વધુ તકલીફ જણાતા તેમને વધુ સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ લઈ જવાયાં હતા. જ્યાં તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડો.અનિલ જોશીયારાનો જન્મ 24 એપ્રિલ 1953ના થયો હતો. તેઓ લામૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા. તેઓએ 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ. (જનરલ સર્જન) ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડો.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ 1995માં પ્રથમવાર ધારાસભ્ય બન્યા હતા. 1996-97માં રાજ્યનાં હેલ્થ મંત્રી બન્યા હતા.
સતત ચાર ટર્મથી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કર્યુ
1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર