ગાંધીનગર: ગુજરાતની શાળાઓમાં ભગવદ્ ગીતાનો (Bhagavad Gita in GSEB) અભ્યાસ કરાવવાની જાહેરાત ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી. ધોરણ-6થી 12ના વિદ્યાર્થીઓ માટે ભગવદ ગીતાનું શિક્ષણ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આગામી શૈક્ષણિક સત્ર દરમિયાન 50 લાખ જેટલી ભગવદ ગીતાના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ધોરણ 6 થી 12 સુધીના બાળકોને ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવા માટેના સરકાર શ્રી ગણેશ કરશે.
શ્રીમદ્ ભાગવત ગીતા સારને ગુજરાતની શાળાઓમાં ધોરણ 6થી 12ના અભ્યાસક્રમનો ભાગ બનાવવામાં આવશે. ગુજરાત સરકારે જાહેરાત કરી હતી. નવી શિક્ષણ નીતિમાં આની જાહેરાત કરવામાં આવી છે. નવી શિક્ષણ નીતિ હેઠળ હવે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 6થી 12 સુધીના બાળકોને ભગવદ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો શીખવવામાં આવશે.
શાળાના બાળકોને ગીતા અને તેના મૂલ્યોનું જ્ઞાન જાણવા માટે સક્ષમ બનાવવા માટે વકતૃત્વ સ્પર્ધા, શ્લોક ગાન અને ગીતા પર સાહિત્યનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકારે એવા સમયે શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાની જાહેરાત કરી છે.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં તમામ વિદ્યાર્થીઓને આ પુસ્તિકાઓ પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ત્યારે આ મહિનાના છેલ્લા સપ્તાહમાં યોજાનાર ત્રણ દિવસીય 'પ્રવેશોત્સવ' દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગીતા મળશે. આ ગીતાના જ્ઞાન પર કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવશે તે અંગે સરકાર કઈ કહેવા તૈયાર નથી.આ પૂરક પુસ્તિક તરીકે સરકારી શાળાઓને વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે, જ્યારે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓએ તેને ખરીદવી પડશે જો ખાનગી શાળાઓ તેને તેમના અભ્યાસક્રમમાં દાખલ કરવાનું પસંદ કરશે.
ભગવદ ગીતાની સંદર્ભ સામગ્રી વર્ગના આધારે બદલાશે. “વર્ગ 6 થી 9 માટેની સંદર્ભ સામગ્રીમાં પ્રખ્યાત વ્યક્તિઓના અવતરણો હશે. મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને કેટલાક વિદેશી લેખકો પણ ભગવદ ગીતા વિશે,કહેલી બાબત આવરી લેવામા આવશે. જયારે ઉચ્ચ વર્ગના વિદ્યાર્થીઓ ગીતાના ઉપદેશોનો વિગતવાર અભ્યાસ કરશે. ગીતાના 18 અધ્યાયમાં વ્યક્ત કરાયેલા મુખ્ય વિચારો ઉચ્ચ વર્ગોમાં શીખવવામાં આવશે આ માટે સરકારી શાળાઓના શિક્ષકો વિષય પર ઓરિએન્ટેશન સત્ર આપવામા આવશે.
આ વર્ષની શરૂઆતમાં, ગુજરાત સરકારે વિધાનસભાના બજેટ સત્રમાં જાહેરાત કરી હતી કે, જૂન 2022થી શરૂ થતા નવા શૈક્ષણિક સત્ર દરમિયાન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને ગીતા શીખવવામાં આવશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર