બનાસકાંઠા : સવારથી જ મતદાન માટે લાંબી કતારો, ભાજપ ઉમેદવારના પરિવારે કર્યુ મતદાન

News18 Gujarati
Updated: April 23, 2019, 7:14 AM IST
બનાસકાંઠા : સવારથી જ મતદાન માટે લાંબી કતારો, ભાજપ ઉમેદવારના પરિવારે કર્યુ મતદાન
બનાસકાંઠામાં સવારે 7.00 વાગ્યાથી મતદાનની કતારો લાગી છે

સરહદી રાજ્ય બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, વાવ, થરાદ. વગેરે મહત્ત્વપૂર્ણ બેઠકોનો સમાવેશ થાય છે. અહીંયા ભાજપના ઉમેદવાર અને રાજ્યના કેબિનેટ મંત્રી પરબત પટેલનો કોંગ્રેસના પરથી ભટોળ સાથે સીધો જંગ છે,

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : લોકસભાની ચૂંટણીને લઈને ઉત્તર ગુજરાતના સરહદી રાજ્ય બનાસકાંઠામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક તરફ સવારથી મતદાન માટે લાંબી કતારો જોવા મળી રહી છે તો બીજી બાજુ ભાજપના ઉમેદવાર પરબત પટેલના પરિવારે સવારે 7.00 વાગ્યે મતદાન કરી લીધું છે. પરબત પટેલે પરિવાર સાથે મતદાન કર્યુ છે.

બનાસકાંઠા જિલ્લામાં તંત્ર મતદાન માટે સવારથી જ સજ્જ હતું. જિલ્લામાં 2620 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. જેમાં મતદાન કેન્દ્રો પર મતદાન સ્લીપ લઈને કર્મચારીઓ તૈયાર છે. 11,000 કર્મચારીઓ જિલ્લામાં મતદાનની પ્રક્રિયા સંપન્ન કરાવશે. તંત્ર દ્વારા જિલ્લામાં દિવ્યાંગ મતદારો અને પ્રજ્ઞા ચક્ષુ મતદારો માટે વિશેષ સુવિધા રાખવામાં આવી છે. ગરમીની આગાહી વચ્ચે લોકો જિલ્લામાં ઠેર ઠેર મતદાન માટે ઉમટી પડ્યાં છે. સવારમાં મોટી સંખ્યામાં મતદાન થાય તેવી વકી છે.

સરહદી રાજ્ય બનાસકાંઠામાં પાલનપુર, ડીસા, વાવ, થરાદ. વગેરે મહત્ત્વપૂર્ણ બેઠકોનો સમાવેશ થાય છે. અહીંયા ભાજપના ઉમેદવાર અને રાજ્યના કેબિનેટ મંત્રી પરબત પટેલનો કોંગ્રેસના પરથી ભટોળ સાથે સીધો જંગ છે, જ્યારે ઠાકોર સેના સમર્થિત અપક્ષ ઉમેદવાર પણ આ બેઠક પર ઝંપલાવ્યું છે.
First published: April 23, 2019, 7:12 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading