Home /News /gujarat /

બનાસકાંઠા : સામૂહિક હત્યાકાંડ મામલે ચૌધરી પટેલ સમાજના ધરણા, ગામ બંધનું એલાન

બનાસકાંઠા : સામૂહિક હત્યાકાંડ મામલે ચૌધરી પટેલ સમાજના ધરણા, ગામ બંધનું એલાન

મૃતકોના ઘરની દિવાલ પર કેટલાક શખ્સોના નામ લખાયેલા મળી આવ્યા છે, જે વ્યાજખોર હોવાની આશંકા છે.

ચૌધરી પટેલ સમાજના લોકો ધરણા પર બેઠા, એક પરિવારના ચાર વ્યક્તિની પિતાએ વ્યાજખોરોના ત્રાસથી હત્યા કરી ઝેર ગટગટાવ્યાનો આક્ષેપ

    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના લાખાણી તાલુકાના કુડા ગામે ચૌધરી પટેલ સમાજના એક પરિવારના ચાર લોકોની સામૂહિક હત્યા પાછળ વ્યાજખોરોનો ત્રાસ હોવાના આક્ષેપ સાથે ગામના ચૌધરી પટેલ સમાજ દ્વારા ધરણા દેવામાં આવ્યા છે. શુક્રવારે આ ગામના ચૌધરી કરશન પટેલના ઘરમાંથી ચાર વ્યક્તિની લાશ મળી આવી હતી. મૃતક તેમના પુત્ર, પુત્રવધુ અને પૌત્ર હતા. બાદમાં આ મામલે ખુલાસો થયો હતો કે કરશન પટેલે જાતે પરિવારની હત્યા કરી ઝેર ગટગટાવ્યું હતું. આ ઘટનામાં શંકાની સોઈ વ્યાજખોરો પર તકાઈ છે. ઘરની દિવાલ પર કેટલાકા લોકોના નામ લખવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ વ્યાજખોરોના ત્રાસથી કરશન પટેલે પરિવારની હત્યા કરી છે.

    આ પણ વાંચો : બનાસકાંઠાઃ 4 સભ્યોની હત્યા કેસમાં ગામલોકોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર

    પ્રથમ મૃતકોની લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યા બાદ આ કેસમાં ગ્રામજનોએ હવે ધરણા દીધા છે. ગામના ચૌધરી પટેલ સમાજ દ્વારા ધરણા દઈ પોલીસ પાસે દિવાલ પર જેમના નામ લખેલા છે તેમની ધરપકડની માંગ કરી છે. સમગ્ર ગામમાં એક જ ચર્ચા છે કે આ ઘટના વ્યાજખોરોના ત્રાસથી બની છે. ગ્રામજનોએ હજુ પણ મૃતકોની લાશ સ્વીકારી નથી.

    આ પણ વાંચો : મગફળી કાંડ મુદ્દે ધાનાણીનો આક્ષેપ, કૌભાંડના તાર સીએમ ઓફિસ સુધી જોડાયેલા છે

    ઉલ્લેખની છે કે ઘરની દિવાલ પર મળી આવેલા નામ ઉપરાંત એક અન્ય લખાણમાં ઉલ્લેખ છે કે આ ઘટના રૂ. 21 લાખની બાકી ઉઘરાણીના કારણે ઘટી છે. એવી આશંકા છે કે પરિવારને મોતને ઘાટ ઉતારનાર કરશન ચૌધરીએ પ્રથમ હત્યા કરી અને બાદમાં વ્યાજખોરોના નામ ઘરની દિવાલ લખી જાતે ઝેર પી લીધું છે. જોકે, પોલીસ કરશન ચૌધરી પટેલના નિવેદનની રાહ જોઈ રહી છે. જ્યાં સુધી તેમનું નિવેદન ન મળે ત્યાં સુધી સમગ્ર પ્રકરણના રહસ્યા પરથી પડદો ઉંચકાય તેમ નથી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Banskatha, Chaudhry community, Finacers, Lakhani, ગામડા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन