બનાસકાંઠા : દાગીના ભરેલો થેલો આંચકી લૂંટારું ફરાર, રૂ. 18 લાખની લૂંટ

ભાભર પોલીસે ઘટના સ્થળેથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.

બનાસકાંઠાના ભાભરની ઘટના સોનાના વેપારી સાથે લૂંટનો બનાવ મોડી રાત્રે દુકાનેથી ઘરે જતા વેપારીના દાગીના ભરેલો થેલો લઈને લૂંટારું ફરાર

 • Share this:
  આનંદ જયસ્વાલ બનાસકાંઠા : બનાસકાંઠના ભાભરમાં ગઈકાલે રાતે લૂંટની ઘટના બની છે. ભાભરના એક સોના ચાંદીના વેપારી દુકાન વધાવીને ઘરે જઈ રહ્યાં હતા ત્યારે પલ્સર પર આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારીનો થેલો આંચકી લીધો હતો. બંને શખ્સો થેલો આંચકી અને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ચૂંટણીના સમયે ચુસ્ત પોલીસબંદોબસ્ત અને નાકાબંધી હોવા છતાં લૂંટની ઘટના ઘટી હતી. વેપારીના થેલામાં સોના ચાંદીના દાગીના ઉપરાંત રોકડમ રકમ સહિત રૂપિયા 18 લાખની મતા હતી જેની લૂંટ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.

  બનાવની વિગત એવી છે કે સોના ચાંદીના વેપારી મોડી રાતે દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યાં હતા ત્યારે બે અજાણ્યા બાઇક સવારો તેમની સામે આવ્યા હતા. વેપારી  કઈ સમજે તે પહેલાં બંને  લૂંટારૂ થેલો લઈ ફરાર થઈ ગયા હતા. આ ઘટનાથી હતપ્રભ બનેલા વેપારીએ તાત્કાલીક પોલીસ ફરિયાદ નોંધી હતી. પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી.

  આ ઘટનાના પગલે પોલીસે લૂંટના સ્થળે તપાસ શરૂ કરી છે. પોલીસે વેપારીની દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરી રહી છે. પોલીસ અગાઉના ગુનેગારો અને પલ્સર બાઇક સવારોની કડી મેળવી રહી છે. આ લૂંટની અંજામ આપવા માટે અગાઉથી રેકી થઈ હતી કે નહીં ઉપરાંત આ ઘટનામાં કોઈ જાણભેદુની સંડોવણી  છે કે નહીં, કે પછી અજાણ્યા શખ્સો છે તેનો તાગ મેળવવા માટે પોલીસે અનેક દિશામાં તપાસ હાથ ધરી છે.
  Published by:Jay Mishra
  First published: