બનાસકાંઠા હત્યા કાંડમાં ખુલાસો, દેવું વધી જતા પિતાએ જ ચારની હત્યા કર્યાની શંકા

News18 Gujarati
Updated: June 21, 2019, 12:35 PM IST
બનાસકાંઠા હત્યા કાંડમાં ખુલાસો, દેવું વધી જતા પિતાએ જ ચારની હત્યા કર્યાની શંકા
બનાસકાંઠામાં 21 લાખની ઉઘરાણીના મુદ્દે પરિવારના મોભીએ જ ચાર વ્યક્તિનની હત્યા કરી હોવાની આશંકા

બનાસકાંઠાના લાખાણીના કુડામાં 4 લોકોની હત્યા, 21 લાખ રૂપિયા ન આપતા હત્યા કરી હોવાનું લખાણ દિવાલ પર લખ્યું

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના લાખણીના કુડામાં એક પરિવારના ચાર સભ્યોની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી છે. એક જ ચૌધરી પટેલના પાંચ સભ્યોમાંથી 4 લોકોની હત્યા કરવામાં આવી છે. રાત્રીના સમયે ઘટેલી ઘટનામાં  કરશન ભાઈ ચૌધરીના પરિવારની હત્યા કરવામાં આવી છે. ગામલોકોએ પોલીસને જાણ કરીને ઘટનાની માહિતી આપી હતી. હત્યારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. અગાઉ આ હત્યા શાહુકારોએ કરી હોવાની શંકા હતી પરંતુ પોલીસને આશંકા છે કે પરિવારના મોભી કરશન ચૌધરી પટેલે આર્થિક સંકડામણ વધી જતા પરિવારની હત્યા કરી નાંખી અને પોતે ઝેરી દવા ગટગટાવી લીધી છે. હાલમાં કરશન પટેલ ઇજાગ્રસ્ત છે અને દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે, જ્યારે આ ઘટનામાં માતા અણવી પટેલ પુત્ર ઉકાજી પટેલ પુત્ર સુરેશ પટેલ અને પુત્રી અવની પટેલની મોત થઈ છે.

પોલીસને આશંકા છે કે દિવાસ પર જે લોકોના નામ લખવામાં આવ્યા છે તે શાહુકારોના નામ છે, જેના ત્રાસથી આ પરિવારના મોભીએ પોતાના સંતાનોની હત્યા કરી અને ઝેરી દવા ગટગટાવી લીધી છે.જોકે, હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.  દિવાલ પર કેટલાક લોકોના નામ લખવામાં આવ્યા છે. આ ઘટના 21 લાખ રૂપિયાની ઉઘરાણીના મુદ્દે થઈ હોવાની ચર્ચા છે.

આ પણ વાંચો :  દલિત ઉપસરપંચ હત્યા કેસઃ વધુ ચાર આરોપીની ધરપકડ, કુલ 7ની ધરપકડ

દિવાલ પર લખાયેલા નામ શાહુકારોના હોવાની આશંકા છે.


21 લાખ રૂપિયાની લેતીદેતીના કારણે હત્યા થઈ હોવાની શંકા

પોલીસે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી છે, જોકે, દિવાલ પર કાળા કલરના ચોક અથવા તો કોલસાથી લખવામાં આવ્યું છે કે 21 લાખ રૂપિયાની બાકી રકમ ન ચુકવતા હત્યા કરવામાં આવી છે. ઘરના ફળિયામાં સુતેલા એક પુરૂષ અને ઘરની અંદર સુતેલા મહિલા અને બે બાળકોની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ વડા ઘટના સ્થળે જવા રવાના થયા છે.
First published: June 21, 2019, 10:23 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading