બનાસકાંઠા: આ સ્કુલમાં શિક્ષકો ડાન્સ સાથે આપે છે ભાર વિનાનું ભણતર

News18 Gujarati
Updated: March 24, 2018, 7:12 PM IST
બનાસકાંઠા: આ સ્કુલમાં શિક્ષકો ડાન્સ સાથે આપે છે ભાર વિનાનું ભણતર

  • Share this:
સામાન્ય રીતે શાળામાં શિક્ષકો બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન પીરસી દેતા હોય છે અને તેથી વિદ્યાર્થીઓ તેનાથી કંટાળી પણ જાય છે પરંતુ બનાસકાંઠા ની એક શાળા એવી પણ છે કે જ્યાં શિક્ષક પોતે જાતે બાળકોને અભિનય કરી ભણાવતા વિદ્યાર્થીઓ ભણી તો રહ્યા છે અને તે પણ માનસિક ભાર વગર...

આપ જોઈ રહ્યા છો તે કોઈ ડાન્સ કલાસ કે નૃત્ય શીખવાડનાર નથી પરંતુ આ છે. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કાંકરેજ તાલુકામાં આવેલ અરણીવાડા પ્રાથમિક શાળા. જી હા તમને કદાચ નવાઈ લાગશે પરંતુ સરકારના ભાર વિનાના ભણતરના સ્લોગન ને આ શાળાના શિક્ષકો યથાર્થ ઠેરવી રહ્યા છે.

બનાસકાંઠાની કાંકરેજ તાલુકા અરણીવાડા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રહિત પટેલ જે આ નૃત્ય કરી રહ્યા છે. અને બાળકોને હંમેશા આ રીતેજ અભિનય દ્વાર જ ભણાવે છે આ શાળા માં 376 વિધાર્થી ઓ અભ્યાસ કરે છે.13 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે.આ શાળા ના શિક્ષક કે જે નૃત્ય કરી રહ્યા છે તે છે રોહિત પટેલ તે વિધાર્થી ઓ સાથે નૃત્ય કરે છે, અને નૃત્ય કરવા પાછળનો હેતુ વિધાર્થી ઓ ને ગમ્મત સાથે જ્ઞાન મળે તે માટેનો છે.

શાળા ના આચાર્ય અને શિક્ષક કહે છે વિધાર્થીઓ વચ્ચે નૃત્ય રજૂ કરવાનો હેતુ માત્ર એટલોજ છે કે વિધાર્થી ને ગમ્મત સાથે જ્ઞાન મળે અને વિધાર્થી ને શિક્ષક પ્રત્યે નો ડર દૂર થાય સાથે વિધાર્થી ઓ ડિજિટલ શિક્ષણ વચ્ચે આ ગમ્મત સાથે નું જ્ઞાન પણ જરૂરી છે. જોકે અમુક શાળાઓ માં જ આરીતે શિક્ષકો જ્ઞાન આપતા હોય છે. ત્યારે આ રીતે શિક્ષણ આપતા આ શાળાના વિદ્યાર્થીઓમાં ગજબનો આત્મવિશ્વાસ વધ્યો છે અને વિદ્યાર્થીઓ માનસિક તનાવ મુક્ત રહે, અને સ્વસ્થ મને ભણી શકે તે માટે આ શાળામાં શિક્ષક અભિનય દ્વારા શિક્ષણ આપી રહ્યા છે.

આચાર્ય ગાયત્રી સોલંકીએ જણાવ્યું કે, અમારી શાળામાં શિક્ષક રોહિતભાઈ આ રીતેજ બાળકો ને અભિનય દ્વારા ભણાવે છે જેથી બાળકોમાં માનસિક રીતે સ્વસ્થ રહી ભણી શકે છે.

અભિનય કરનાર શિક્ષક રોહિત પટેલે જણાવ્યું કે, આજકાલ ભણતર માં ભાર વધી ગયો છે ત્યારે ડિજિટલ યુગમાં ભાર વિના બાળકો ભણી શકે , તેમનો માનસિક વિકાસ પણ સ્વસ્થ વાતાવરણ માં થાય તે માટે હું બાળકોને અભિનય કરી ભણાવું છું.શાળામાં જ્યારે શિક્ષક વિધાર્થી સાથે નૃત્ય કરે છે ત્યારે વિધાર્થી ને શિક્ષક પ્રત્યે નો ડર દૂર થયા સાથે વિધાર્થી માનસિક તણાવ માંથી દૂર થઈ શકે આ શાળામાં ભણતા વિધાર્થીઓ કહે છે અમને ગમ્મત સાથે જ્ઞાન મળે છે.અને શિક્ષક જ્યારે અમારી સાથે નૃત્ય કરે ત્યારે અમને પણ મજા આવે છે.અમારા શાળા માં શિક્ષકો નો ખુબજ સહયોગ મળે છે.

વિધાર્થી ગણપતે કહ્યું કે, સાહેબ અમને અભિનયકરી ભણાવે છે એટલે એમને ખૂબ મજા આવે છે.

આ ગામના લોકો અને વિધાર્થીના વાલીઓ પણ કહે છે. અમારી શાળામાં શિક્ષકો વિધાર્થીઓ સાથે મિત્ર જેવો વ્યવહાર કરે છે અને જેના કારણે વિધાર્થીઓ ને પણ મજા આવે છે વિધાર્થીઓનો ડર દૂર થાય છે અને તેથી તેઓ અભ્યાસમાં પણ રસ દાખવે છે.

વાલી વિપુલભાઈએ જણાવ્યું કે, આ શાળામાં બાળકોને શિક્ષકો ભણતર ની સાથે સાથે રમત ગમ્મત પણ શીખવાડે છે એટલે બાળકો આરામથી ભને છે અને ખુશ પણ રહે છે.

આજના આધુનિક યુગ માં ડિજિટલ શિક્ષણ માં ક્યાંય શિક્ષક વિધાર્થીઓ સાથે નૃત્ય કરતા જોવા નહીં મળે પણ ખરેખર વિધાર્થી ના જીવન માં ભણતર સાથે ગમ્મત પણ જરૂરી છે.ત્યારે આમ બાળગીત હોય કે અન્ય દરેક શાળા માં શિક્ષક આ રીતે વિધાર્થી નું ઘડતર કરે તે તો બાળકો માનસિક રીતે પણ મજબૂત બને.

સ્ટોરી - આનંદ જયસ્વાલ
First published: March 24, 2018
વધુ વાંચો
अगली ख़बर