પાલનપુર: ગણેશપુરામાં પીવાના પાણીની ટાંકી ઊભરાઈ, હજારો લિટર પાણીનો વ્યય

News18 Gujarati
Updated: April 25, 2018, 2:51 PM IST
પાલનપુર: ગણેશપુરામાં પીવાના પાણીની ટાંકી ઊભરાઈ, હજારો લિટર પાણીનો વ્યય
બનાસકાંઠા: પાલનપુરના ગણેશપુરામાં ટાંકી ઊભરાઈ, હજારો લિટર પાણીનો વ્યય.

  • Share this:
બનાસકાંઠા: પાલનપુર પાલિકાની બેદરકારી સામે આવી છે. ગણેશપુરામાં ટાંકી ઊભરાઈ જતાં પાણીનો વ્યય સતત થઈ રહ્યો છે. એક બાજુ લોકોને પાણીની તંગી પડી રહી છે, બીજી બાજુ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

મળતી વધુ માહિતી મુજબ, ઉનાળો શરૂ થઈ જતાં પાણીનાં સ્તરો નીચે જતાં પાણીની તંગી વર્તાવા લાગે છે. અમુક ગામના સ્થાનિકોને પાણી લેવા 2-4 કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે. એવામાં ક્યારેક પાણીની પાઇપલાઇન તૂટવાના કે ટાંકી ઉભરાવાના બનાવો સામે આવતાં છતાં તંત્ર દ્વારા ત્વરિત પગલાં પણ લેવામાં આવતાં નથી. અઠવાડિયા અગાઉ થરાદમાં પીવાની પાણીની ટાંકી ઊભરાતાં હજારો લિટર પાણીનો વ્યય થયો હતો, ત્યારે તંત્રની બેદરકારી સામે આવી હતી. આજે પાલનપુર પાલિકાની બેદરકારી સામે આવી છે. ગણેશપુરામાં આવેલી પાણીની ટાંકી ઊભરાતાં એમાંથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે છતાં તંત્ર હજી ભરઉનાળે આરામથી ઊંઘે છે.

પાલનપુરના ગણેશપુરામાં ટાંકી ઊભરાયા બાદ સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરાવા થતાં ત્વરિત કોઈ પગલાં ન લેવાતા હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. આવનારા સમયમાં પાણી માટે જાગ્રત નહિ થઈએ તો પાણી માટે વધુ વલખાં મારવા પડશે.

First published: April 25, 2018
વધુ વાંચો
अगली ख़बर