Banaskantha Parbatbhai Patel Alleged viral video: મધા પટેલે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી હતી કે, 'નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનીટનો છે
પાલનપુર: બનાસકાંઠાથી (Banaskantha) ભાજપના સાંસદ પરબત પટેલની (Parbat patel) સોશિયલ મીડિયામાં કથિત સેક્સ ક્લિપ અને તસવીરો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. જોકે, પરબત પટેલ દ્વારા દાવો કરાયો છે કે, તેમના ફોટા સાથે એડિટિંગ કરીને ખોટો વિડીયો બનાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકતા મધાભાઇ પટેલે થોડા દિવસ પહેલા 'નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરેલિયા રમતા ઝડપાયા' આ જાહેરાત બાદ જ ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. ગઇકાલે, મંગળવારે મોડી રાત્રે જ આ ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ (viral in Social media) થઇ ગઇ હતી. જે બાદ તેમના સાંસદ પરબત પટેલના પુત્રએ આ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં (Tharad Police Station) માધાભાઇ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના કાર્યકતા મધા પટેલે થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ મૂકી હતી કે, 'નેતાજીનો સેક્સ વિડીયો 4.6 મિનીટનો છે, તેમાંથી 1 મિનિટનો કટિંગ વિડીયો 15 ઓગસ્ટના દિવસે 12:39 કલાકે સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કરવામાં આવશે.
વિડીયોમાં દેખાતી આ કથિત વ્યક્તિને બનાસકાંઠાના સાંસદ તરીકે ચીતરવાનો ગંભીર આક્ષેપ કરાયો છે. આ વાયરલ વીડિયો અને તસવીરો અંગે ન્યૂઝ18ગુજરાતી કોઇ પુષ્ટિ નથી કરતુ. આ કથિત ક્લિપ વર્ષ 2016માં પાલનપુરના સર્કિટ હાઉસની હોવાની ચર્ચાય રહી છે. ગત સપ્તાહે આ વીડિયોના અશ્લિલ ફોટા પણ વાયરલ કરવામાં આવ્યા હતા.
વિડીયો વાયરલ થયા બાદ તે ગુજરાતનાં રાજકારણ સાથે સામાન્ય જનતામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. શનિવારે ડીસાના બ્રિજના ઉદ્ઘાટન સમયે પરબત પટેલે પ્રામાણિક હોવાનું જણાવીને તેમની પર થયેલા તમામ આક્ષેપો ફગાવી દીધા હતા.
તેમણે કહ્યું કે, 'હું સ્પષ્ટતા કરૂં છું કે મેં કદી કશું ખોટું કર્યું નથી. આ બાબત અંગે જરૂર પડશે તો હું પોલીસ ફરિયાદ કરાવીશ.મેં મારા જીવનમાં ક્યારેય કોઇ ખરાબ કૃત્ય કર્યું નથી.'
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર