બનાસકાંઠા: બાળકમાં જન્મથી સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા, 9 વર્ષ બાદ થયું સફળ ઓપરેશન

બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા.  બાળકની આ સ્થિતિ જોઈ પરિવાર ચિંતાની સાથે સાથે મૂંઝવણમા મુકાઈ ગયો હતો.

બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા.  બાળકની આ સ્થિતિ જોઈ પરિવાર ચિંતાની સાથે સાથે મૂંઝવણમા મુકાઈ ગયો હતો.

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં (Banaskantha) પાલનપુરની જનરલ હોસ્પિટલમાં (Palanpur General Hospital) એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક બાળકને જન્મતાની સાથે સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો (male female Genitals) હોવાથી પરિવાર અચંબામાં પડી ગયો હતો. ચિંતાતુર બનેલા પરિવારે સતત નવ વર્ષ સુધી આ બાળકને અલગ અલગ હોસ્પિટલોમાં બતાવ્યા બાદ આખરે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે.

    બનાસકાંઠાની પાલનપુરની જનરલ હોસ્પિટલમાં બાળકને જન્મતાની સાથે જ સ્ત્રી અને પુરુષ બંનેના જનનાંગો હતા.  બાળકની આ સ્થિતિ જોઈ પરિવાર ચિંતાની સાથે સાથે મૂંઝવણમા મુકાઈ ગયો હતો. આવી સ્થિતિમાંમાં આ બાળકને પરિવારે સતત 9 વર્ષથી અલગ અલગ હોસ્પિટલમાં બતાવી તેનું નિદાન કરાવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે આખરે આ પરિવારે બનાસ મેડિકલ કોલેજ અંતર્ગત આવેલી પાલનપુર જનરલ હોસ્પિટલમાં તેની સારવાર કરાવવાનું નક્કી કર્યું.

    મહેસાણા: આ ખેડૂતએ પોતાની 2 એકર જમીન ગીરવે મૂકી દીકરાને ભણાવ્યો, દીકરાને મળ્યો IIMમાં પ્રવેશ

    ડોક્ટરનું માનીએ તો આમ તો આવી ઘટનાઓ ભાગ્યેજ બનતી હોય છે અને એક લાખ બાળકોમાં આવુ માંડ એક બાળક જન્મતું હોય છે. આવા લક્ષણો ધરાવતી સ્થિતિને મેડિકલની ભાષામાં સ્યુડો હરમોપ્રોડીટીઝમ કહેવાય છે.



    પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પણ ડો. સુનીલ જોશી સહિત ત્રણ તબીબોની ટીમે વિવિધ પ્રકારના ટેસ્ટ કરાવવા બાદ આ બાળકમાં સૌથી વધુ સ્ત્રી તત્વ હોવાનું જાણવા મળ્યું  અને તેના પરિવારની ઈચ્છા પણ તેને સ્ત્રી તરીકે રાખવાની હોઈ તબીબોએ તેના પુરુષ તરીકેના જનનાંગોનું ઓપરેશન કરી નિકાલ કર્યો.

    ત્રણ તબીબોએ સતત દોઢ કલાક સુધી કામગીરી કરી સફળ ઓપરેશન કર્યું હતું અત્યારે આ બાળકની સ્થિતિ સ્વસ્થ છે. આ અંગે ડો. સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, તેમને 40 વર્ષના તબીબી ક્ષેત્રમાં બીજીવાર આવી ઘટના જોઈ છે, આવું ભાગ્યે જ બનતું હોય છે.
    Published by:Kaushal Pancholi
    First published: