બનાસકાંઠા: રીક્ષા અને જીપડાલા વચ્ચે અકસ્માતમાં પરિવાર વિખરાયો, મહિલાનું મોત, અન્ય બે ગંભીર ઘાયલ

ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો

  • Share this:
    આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: બનાસકાંઠામાં ધાનેરા પાસે આજે રિક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષામાં બેઠેલી એક મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.  આ ઘટનાને પગલે રાહદારીઓના ટોળા જોવા ઉમટ્યા હતા. સ્થાનિક પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    પરિવારની મહિલાનું ઘટના સ્થળે જ મોત

    ધાનેરા સરાલ રોડ પર આજે રીક્ષા અને પિકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત થયું હતું. થરાદના સિધોત્રા ગામનો ઠાકોર પરિવાર પોતાની રિક્ષા લઈને ધાનેરાથી સરાલ તરફ જઈ રહ્યો હતો તે સમયે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ પિકઅપ જીપડાલા અને રિક્ષા સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રીક્ષામાં બેઠેલ કંકુબેન ઠાકોરને ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચી હતી.



    આ પણ વાંચો - નવસારીની યુવતીનો ટ્રેનમાં આપઘાત કે હત્યા? આટલા દિવસો પછી પણ ગૂંચવાયેલો છે કેસ

    ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

    બનાવને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધાનેરા પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

    ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

    પાલનપુરમાં બસે રાહદારીને અડફેટે લીધો હતો

    પાલનપુરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે બસના ચાલકે એક રાહદારીને અડફેટે લેતા અકસ્માત થયો હતો. જેમાં રાહદારીનું મોત થયું હતુ. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર એસટી સ્ટેન્ડ પાસે શનિવારે, બસ ચાલકે એક રાહદારીને અડફેટે લેતા રાહદારીનું મોત થયું હતું. પાલનપુર એસટી બસ સ્ટેન્ડ પાસે ડીસા-અમદાવાદ બસના ચાલકે એક રાહદારીને અડફેટે લીધો હતો. જેથી રાહદારીનું મોત નીપજ્યું હતું. ત્યારે આ અકસ્માતની ઘટનાને લઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી.
    Published by:Kaushal Pancholi
    First published: