Home /News /gujarat /

ભારત પાક. બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાના મંદિરનો રસપ્રદ છે ઇતિહાસ, રામનવમીએ ભક્તોનું ધોડાપૂર

ભારત પાક. બોર્ડર પર આવેલા નડેશ્વરી માતાના મંદિરનો રસપ્રદ છે ઇતિહાસ, રામનવમીએ ભક્તોનું ધોડાપૂર

નડેશ્વરી માતા મંદિર

Banaskantha News: રામ નવમીના મેળામાં ભક્તોનું ઘોડાપુર માં નડેશ્વરીના દર્શન કરવા  ઉમટયું છે.

  કિશોર તુવર, બનાસકાંઠા: ચેત્રી નવરાત્રિને (Chaitra Navratri) લઇને ભારત પાક ઇન્ટરનેશનલ બોર્ડર (India Pakistan border) પાસે આવેલા નડેશ્વરીમાના  (Nadeshwari Mata Temple) ધામને દુલહનની જેમ સજાવવામાં આવ્યું છે. રામ નવમીના મેળાને લઈને નડેશ્વરી માતાના દર્શન કરવા  ભક્તોનું ઘોડાપુર  ઉમટયું છે. નોંધનીય છે કે, આજે નડાબેટમાં 10 એપ્રિલ, 2022ના સીમાદર્શન પ્રોજેક્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ નડાબેટ ખાતે આવેલા નડેશ્વરી માતાના મંદિરમાં પણ દર્શન કરશે.

  ખારા રણમાં મીઠી વીરડી સમાનમાં નડેશ્વરીનું ધામ આવેલું છે અને આ ધામમાં રામનવમી નિમિત્તે ભવ્ય મેળો ભરાય .છે માં નડેશ્વરીના 36માં પાટોત્સવની ઉજવણી થઈ રહી છે. માં નડેશ્વરીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉંમટયું છે. દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને ધાનેરા નડેશ્વરી યુવા ગ્રુપ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરાયું છે..નડેશ્વરી યુવક મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી નડેશ્વરી ધામમાં દર્શનાર્થે આવતા લોકોને સેવા આપવામાં આવી રહી છે

  આજે માતાજીના 36 માં પાટોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે નડેશ્વરી ધામ રાત્રિની રોશનીથી ઝળહળી ઊઠ્યું છે અને આ ધામમાં આવતા તમામ દર્શનાર્થીઓને નડેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.  આઠમના રાત્રીના સમયે ભજન સંધ્યા તેમજ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ.

  આ મંદિરની ખાસિયતની વાત કરવામાં આવે તો, ૧૯૭૧ના યુદ્ધ બાદ આ મંદિરમાં પૂજા પણ દેશના જવાનો કરે છે. દેશની સરહદ પર ફરજ બજાવતા દેશના જવાનો દેશની રક્ષા સાથે મંદિરમાં મા નડેશ્વરની પૂજા અર્ચના પણ કરે છે.  કહેવાય છે કે, માતાજી પણ દેશના જવાનોની સાથે બોર્ડેરની રક્ષા કરે  છે.

  રામનવમી દરમિયાન ભરાતા મેળામાં બનાસકાંઠા જિલ્લા સહિત દૂરદૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને માતાજીના ચરણમાં શીશ નમાવી પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે. ત્યારે રામનવમી દરમિયાન બે લાખ જેટલા ભક્તોમાનાં ચરણોમાં શિશ નમાવી પોતાની મનોકામના પૂર્ણ કરે છે.

  વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ અહીંયા માતાજીનો 36 મો પાટોત્સવ યોજાયો હતો અને આ પાટોત્સવ દરમ્યાન મોટી માત્રામાં શ્રદ્ધાળુઓએ મા અંબાના ચરણમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Banaskanatha, ગુજરાત, બનાસકાંઠા

  આગામી સમાચાર