બનાસકાંઠા: આચાર્યનો અશ્લીલ વીડિયો બનાવી 41 લાખ પડાવ્યા, ઠંડા પીણામાં કેફી પ્રવાહી પીવડાવીને કર્યું ન કરવાનું કામ

આરોપીઓ ઝડપાયા

Banaskantha News: ચાર વર્ષ અગાઉ તેમની દીકરી માટે પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી એક રેડીમેડની દુકાનમાં ડ્રેસ લેવા ગયા હતા

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના દાંતીવાડામાં એક શાળાના આચાર્યનો અશ્લીલ વિડિયો ઉતારી 41 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે આચાર્ય સાથે છેતરપીંડી આચરી પૈસા પડાવનાર બે શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

  દીકરી માટે એક દુકાનમાં કપડા લેવા ગયા હતા

  દાંતીવાડામાં સીપુ વસાહત ખાતે રહેતા નરેન્દ્રભાઈભાઈ પંડ્યા વડવસ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે નોકરી કરે છે. જેઓ ચાર વર્ષ અગાઉ તેમની દીકરી માટે પાલનપુરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી એક રેડીમેડની દુકાનમાં ડ્રેસ લેવા ગયા હતા. જ્યાં તેમની મુલાકાત ઉંમર સોલંકી નામના શખ્સ સાથે થઈ હતી. તે સમયે નરેન્દ્રભાઈને ડ્રેસ પસંદ આવ્યા ન હતા જેથી બાદમાં સ્ટોક આવતા જ ઉંમર સોલંકીએ આચાર્યનો સંપર્ક કરી તેમના ઘરે પહોંચ્યા હતા.

  આ રીતે કેફી પીણું પીવડાવ્યુ

  તે સમયે આચાર્યના પરિવારજનો હાજર ન હોવાથી ઉંમર સોલંકીએ થમ્સઅપમાં નશાયુક્ત પ્રવાહી પીવડાવી દીધું હતું અને બાદમાં આચાર્યના અશ્લીલ વિડીયો બનાવ્યા હતા. જ્યારે આચાર્ય ભાનમાં આવતા જ સમગ્ર હકીકત માલુમ પડી હતી. તે સમયે ઉંમરે અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી પૈસાની માંગણી કરી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં ઉંમરે એક યુવતીનું મર્ડર કર્યું હોવાનું જણાવી તેના મર્ડર કેસમાં ખોટી રીતે ફસાવવાની ધમકી આપી આચાર્ય પાસેથી ટુકડે-ટુકડે 38 લાખ પડાવ્યા હતા.

  પોલીસ સ્ટેશન


  આખરે કંટાળીને પોલીસ ફરિયાદ કરી

  ત્યારબાદ પણ ઉમર સાથે આવેલા અન્ય એક અક્રમ મેવાતી નામના શખ્સે એસ.ઓ.જીમાંથી આવ્યો હોવાનું જણાવી મર્ડર કેસમાંથી નામ કાઢવાના 3 લાખ પડાવ્યા હતા. જોકે, આટલા રૂપિયા આપ્યા બાદ બ્લેકમેલ કરવાનું ચાલુ રાખતા આખરે કંટાળેલા આચાર્યએ દાંતીવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

  આ પણ વાંચો - અમદાવાદ : જે યુવકની લાગણીઓમાં ભરમાઈ તેણે જ હાથ પગ બાંધી ગુજાર્યો બળાત્કાર

  જે મામલે પોલીસે ફરિયાદના આધારે  છેતરપિંડી આચરનાર બંને શખ્સોની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published: