બનાસકાંઠા : બે દિવસ પહેલા ગુમ થયેલા યુવાનની લાશ તેના જ ઘરની ટાંકીમાંથી મળી

બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : બનાસકાંઠાના ડિસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની લાશ તેના જ ઘરની પાણીની ટાંકામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આજુબાજુના લોકો અને ડીસા દક્ષિણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ પરિવાર પર જાણે દુખોનો પહાડ પડ્યો છે.

  29 વર્ષના યુવાનની ટાંકીમાંથી લાશ મળી

  ડીસામાં બે દિવસ પહેલા ગુમ થયેલા યુવકની તેના જ ઘરમાંથી લાશ મળી આવી હોવાની ઘટના સામે આવી છે, ડીસાની સરસ્વતી સોસાયટી ખાતે રહેતા ધવલ પ્રવીણભાઈ ઠક્કર નામનો 29 વર્ષીય યુવક મેડિકલનો વ્યવસાય કરતો હતો. જે બે દિવસ અગાઉ 15 તારીખે ઘરેથી અચાનક ગુમ થઈ જતા તેના પરિવારજનોએ ડીસા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ આપી તેની શોધખોળ હાથ ધરી હતી.

  ગંધ આવતા પરિવારે ટાંકીમાં જોયુ હતું

  તે દરમિયાન આજે વહેલી સવારે યુવકના પરિવારજનો બ્રશ કરી રહ્યા હતા તે સમયે પાણીમાંથી દુર્ગંધ આવતા તપાસ કરતા પાણીના ટાંકા માંથી આ યુવકની લાશ મળી આવતા પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.

  જાફરાબાદના દરિયામાંથી મળી 300 કિલોની મહાકાય માછલી, તસવીરો જોઇને અવાક થઇ જશો

  લાશને પીએમ માટે મોકલવામાં આવી

  આ ઘટનાની જાણ કરતા આજુબાજુના લોકો અને પોલીસ પણ આવી પહોંચી હતી. તેમ જ યુવકની લાશને પાણીની ટાંકીમાંથી બહાર કાઢી પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી. આ બનાવ અંગે ડીસા દક્ષિણ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નથી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  તરૂણીને પેટમાં દુખતા ગર્ભવતી હોવાનું આવ્યું સામે, સાથે કામ કરતા યુવકે અનેકવાર બાંધ્યો હતો શારીરિક સંબંધ  સુરતમાં પણ આવો જ  કિસ્સો સામે આવ્યો હતો

  થોડા સમય પહેલા  સુરતમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમા વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ નજીક કસ્તુરબા પાસે આવેલી નવી શક્તિ વિજય સોસાયટી માં રહેતા 50 વર્ષીય રેખાબેન વિઠ્ઠલભાઈ ભયાણી સાંજે તેમનો પુત્ર નોકરીએથી ઘરે આવ્યા ત્યારે ઘરમાં ન હતા જેથી તેમના પુત્ર સહિતના વ્યક્તિઓએ શોધખોળ શરૂ કરી હતી બાદમાં એક-બે કલાક પછી તે ઘરના ત્રીજા માળે આવેલી પાણીની ટાંકીમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. રેખાબેનના પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યા હતા કે તેમના મકાન માલિક રેખાબેનને સાથે માથાકૂટ કરતો હતો જેથી થોડા દિવસ પહેલા રેખાબેન સાથે તેમણે ઝઘડો કર્યો હતો આવા સંજોગોમાં રેખાબેન ટાંકી માંથી મૃત હાલતમાં મળી આવ્યા હતા .
  Published by:Kaushal Pancholi
  First published: