Video: દાંતીવાડામાં કેમિકલ ભરેલા ટેન્કરથી ટ્રાફિક પોલીસની ગાડીને ટક્કર વાગતા ભભૂકી ભીષણ આગ, એકનું કરૂણ મોત

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.

ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલા ટેન્કરે જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને ગાડીઓ આગમાં લપેટાતા ટેન્કરનો ક્લીનર સળગીને ભડથું થઇ ગયો હતો. જ્યારે અન્ય ત્રણ લોકોને બચાવી લેવાયા હતા. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી રાહતની કામગીરી શરૂ કરી હતી.

  દાંતીવાડા તાલુકામાં વિરોણા ગામ પાસે આજે વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર અને જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીનો અકસ્માત સર્જાયો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ તેમની સરકારી ગાડી સાઈડમાં ઉભી રાખી વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે સમયે દાંતીવાડા તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા આ કેમિકલ ભરેલા ટેન્કર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર જિલ્લા ટ્રાફિક પોલીસની ગાડીને ટકરાઇને પલટી ખાઇ ગયું હતું.

  ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિની બદલી, જાણો ક્યાં થઇ નિયુક્તિ

  કેમિકલ ભરેલું હોવાથી ટેન્કરમાં તરત જ આગ ભભૂકી ઉઠી હતી અને આ આગની જ્વાળાઓમાં પોલીસની ગાડી પર લપેટાઇ ગઈ હતી. જોતજોતામાં બંને ગાડીઓ આગમાં સળગવા લાગી હતી.

  Explain: કોરોનાથી સાજા થયેલા બાળકોમાં MIS-Cનો ખતરો, જાણો શું છે તે અને કેવા હોય છે લક્ષણો

  બનાવને પગલે ટ્રાફિક પોલીસ અને આજુબાજુ દોડી આવી અકસ્માતગ્રસ્ત ટેન્કરમાં ફસાયેલા ડ્રાઇવર સહિત ત્રણ લોકોને બચાવી લીધા હતા.  ત્યાં સુધીમાં આગમાં ફસાયેલા ક્લીનર બળીને ભડથું થઇ જતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે દાંતીવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: