બનાસકાંઠાનાં ખેડૂતની ચીમકી: 15 ઓગસ્ટે નેતાનો સેક્સ વીડિયો કરશે વાયરલ

15મી ઓગસ્ટના રોજ 12:39 કલાકે આ નેતાની આખો સેક્સ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

15મી ઓગસ્ટના રોજ 12:39 કલાકે આ નેતાની આખો સેક્સ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

 • Share this:
  આનંદ જયસ્વાલ, બનાસકાંઠા: હાલ બનાસકાંઠામાં એક સોશિયલ મીડિયા પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની છે. બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતે એક નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં ચીમકી આપતી પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. આ ખેડૂતે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે ચીમકી આપતા કહ્યું છે કે, જિલ્લાના કોઈ મોટા નેતાની સેક્સ સીડી 15મી ઓગસ્ટના રોજ 12.39 કલાકે  ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર વાયરલ થશે.

  સફેદ ઝભ્ભા અને લેંઘામાં દેખાય છે મંત્રી

  થરાદ તાલુકાના ભાચર ગામે રહેતા ખેડૂતે એક મોટા નેતાની સેક્સ સીડી વાયરલ કરવાની સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા જ ખળભળાટ મચી ગયો છે. ભચાર ગામે રહેતા માધાભાઈ પટેલ નામના ખેડૂતે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ વાઇરલ કરી છે. જેમાં સફેદ ઝભ્ભા લેંઘો પહેરેલો એક નેતાનો યુવતી સાથેનો ફોટો વાયરલ કર્યો છે. આ સાથે પોસ્ટમાં 15મી ઓગસ્ટના રોજ 12:39 કલાકે આ નેતાની આખો સેક્સ વીડિયો વાયરલ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.  આ પણ વાંચો - અરવલ્લી: જંગલોમાંથી યુવક-યુવતીની ગળેફાંસો ખાધેલી મળી લાશ, બંનેની થઇ હતી સગાઈ

  જિલ્લામાં રાજકીય ખળભળાટ મચ્યો છે

  આજે વહેલી સવારે માધાભાઈ પટેલે કરેલી આ પોસ્ટથી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ પોસ્ટમાં દેખાતો નેતા કોણ છે, ક્યાંનો છે, કયા પક્ષનો છે તે અંગે સ્પષ્ટીકરણ કરાયું નથી પરંતુ અત્યારે આ પોસ્ટ ને લઈને બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ખળભળાટ મચી જવા પામ્યો છે.

  આ પણ વાંચો - Photos: હરિપ્રસાદ સ્વામીના અસ્થિની ક્ષીર પ્રક્ષાલન વિધિ થઇ, વિવિધ પ્રદેશમાં અસ્થિકુંભનું પૂજન-દર્શન યોજાશે

  કર્ણાટકમાં મંત્રીનો સેક્સ વીડિયો વાયરલ થતા રાજીનામું આપવું પડ્યું હતુ

  થોડા સમય પહેલા કર્ણાટકના જળ સંસાધન મંત્રી રમેશ જારકીહોલી (Ramesh Jarkiholi) પર કથિત યૌન શોષણ (Sexual Abuse)નો આરોપ લાગ્યો હતો. એક સીડીમાં કથિત રીતે મંત્રી એક મહિલા સાથે શારીરિક સંબંધો બાંધતા નજરે પડતા હતા.

  જારકીહોલીએ આ વીડિયોને બનાવટી ગણાવ્યો છે. વીડિયો સામે આવતા મંત્રીએ રાજીનામું આપવું પડ્યું હતુ.અન્ય એક સામાજીક કાર્યકર્તા દિનેશ કલ્લહલ્લીએ આ મામલે બેંગલુરૂ શહેરના પોલીસ કમિશ્નર પાસે ફરિયાદ નોંધાવીને પીડિતા માટે સુરક્ષાની માંગણી કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published: