બનાસકાંઠા: જિલ્લામાં (Banaskantha farmer) ઊંડા જઈ રહેલા પાણીના તળને લઈ પાલનપુર પંથકમાં ખેડુતોની (Gujarat farmers) હાલત કફોડી બની છે. જેના કારણે, મલાણા તળાવ (Malana pond) ભરવાની માંગને લઇ આજે પાલનપુરના મલાણા ગામે તળાવની આરતી કરવામાં આવી હતી. જે બાદ, મલાણા ગામથી બિહારી બાગ સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાઇ હતી અને તે બાદ બિહારી બાગથી કલેક્ટર કચેરી સુધી પદયાત્રા યોજી ખેડૂતો વિરોધ પ્રદર્શન કરીને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આજની રેલીમાં 5 હજારથી વધુ ખેડૂતો જોડાયા છે. આ ખેડૂતો મલાણાથી પાલનપુર પહોંચ્યા છે.
મલાણા ગામના તળાવમાં પાણી ભરવાની માંગ છેલ્લા 30 વર્ષથી
પાલનપુર તાલુકાના મલાણા ગામ સહિત આજુબાજુ પચાસ જેટલા ગામમાં ભૂગર્ભ જળ સ્તર ઉડા જઇ રહ્યા છે. જેના કારણે, સિંચાઇ અને પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઇ છે. ત્યારે આ પંથકમાં પાણીની સમસ્યાના ઉકેલ માટે મલાણા ગામના તળાવમાં પાણી ભરવાની માંગમાં છેલ્લા 30 વર્ષથી કરવામાં આવી રહી છે પરંતુ સમસ્યાનો કોઇ ઉકેલ લાવતું નથી.
આ પંથકમાં જળ સંકટ ઘેરું બની રહ્યું હોય જળ સંકટની સમસ્યાના કાયમી નિરાકરણ માટે રવિવારે 5- ગામના આગેવાનોએ બેઠક યોજી હતી. જેમાં આજની ટ્રેક્ટર રેલીનું આયોજન ઘડવામાં આવ્યું હતુ.
ખેડૂતોનું વિરોધ પ્રદર્શન
જો સરકાર ખેડૂતોના પાણીના પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં સાંભળે તો મલાણા પંથકના પચાસ ગામના ખેડૂતો આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી હતી.
રાજ્યમાં આટઆટલો વરસાદ વરસે છે તો પણ જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, થરાદ અને અમીરગઢ વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા છે. જ્યારે વાવના સરહદી ગામડાંમાં નહેર તો પહોંચી છે પરંતુ સમયસર પાણી મળતું નથી. જેના કારણે ખેડૂતોની માંગ છે કે, ધાનેરા-થરાદ વિસ્તારમાં સુજલામ-સુફલામમાં પાણી છોડવામાં આવે.
" isDesktop="true" id="1186455" >
વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી
આ બેઠકમાં ભારતીય કિસાન સંધના પ્રમુખ માવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, મલાણા વિસ્તારના જળ સંકટના કાયમી ઉકેલ માટે આગામી 7મી માર્ચે પાંચ હજાર ખેડૂતો સો ટેક્ટર સાથે પાલનપુરમાં રેલી યોજશે. જો તેમ છતાં તેમની માંગણી નહિ સંતોષાય તો આગામી વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરીશું.