બનાસકાંઠાઃ કાંકરેજના બલોજપુરમાંથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો છે. ભુજ RR સેલે વિદેશી દારૂની કુલ 449 પેટી ઝડપી પાડી છે. પોલીસે વિદેશી દારૂ સહિત રૂ.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી રહી છે. વિદેશી દારૂ મિનરલ પાણીની બોટલોના ઓઠા હેઠળ લાવવામાં આવી રહી હતી. એક જ દિવસમાં દારૂ ભરેલી કુલ બે ટ્રક ઝડપાઈ છે.
મળતી વધુ વિગત મુજબ, ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પૂરતી છે. ગુજરાતમાં રોજેરોજ વિદેશી દારૂ પકડાવાના બનાવો બને છે, ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાંથી વિદેશી દારૂ વધુ પકડાય છે. હજી ગઈ કાલે જ પાટણ માર્કેટ યાર્ડના ગોડાઉનમાંથી દારૂનો મોટો જથ્થો પકડાયો હતો. એની પહેલાં પાટણ-ડીશા હાઇવે પરથી દારૂ સહિત અંદાજે રૂ.5 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. આજે ફરી બનાસકાંઠાના કાંકરેજના બલોજપુરમાંથી ભુજ RR સેલે વિદેશી દારૂની 449 પેટી ઝડપી પાડી છે. પોલીસે દારૂ સહિત રૂ.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.
પોલીસે વિદેશી દારૂ સહિત રૂ.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. અહીં એ નોંધ લેવામાં આવે કે પોલીસે એક જ દિવસમાં દારૂ ભરેલી બે ટ્રક ઝડપી પાડી છે. કહેવાનો મતલબ એ છે કે દારૂની એવી ઘણી ગાડી હશે, જે પકડાતી નહિ હોય અથવા એની સામે આંખ આડા કાન કરવામાં આવતા હશે.
Published by:Sanjay Joshi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર