બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર એવા થરાદમાં દીકરીના અપહરણ કારોના પકડાતા પિતાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જો કે આ મામલે પોલીસની ઢીલી નીતિ સામે મૃતકના પરિવારજનોમાં રોષ વ્યાપી ગયો છે.
વાત છે, બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થર્ડ ના વજેગઢ ગામની. અહીં એક પિતાએ પોતાની દીકરીના અપહરણની ફરિયાદ પોલીસ મથકમાં કરી હતી, પરંતુ પોલોસે કોઈજ તપાસ ના કરતા અને દીકરીની ચિંતામાં આખરે કંટાળેલા પિતાએ જીવન ટૂંટાવી દીધું. થરાદના વજેગઢમાં રહેતા વિરદાનભાઈ કેશાજી બારોટે મધરાતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાનું કારણ તેમની પુત્રીના અપહરણકારો દ્વારા મળેલી ધમકીઓ હોવાનું પરિવાર જનો જણાવી રહયા છે.
વિરદાનભાઈ બારોટની મોટી પુત્રીની સગાઈ રાજસ્થાનમાં સામાજિક રીતિ રિવાજ મુજબ કરાઈ હતી, પરંતુ કોઈ કારણસર સગાઈ ફોક થયેલ હોવાથી સાસરિયા દ્વારા ચારેક દિવસ અગાઉ તેણીને બળજબરી પૂર્વક ઉઠાવી જતા તેના પિતા વિરદાનભાઈએ થરાદ પોલીસ મથકે પોતાની અપરિણીત પુત્રીનું અપહરણ થયું હોવાની લેખિત ફરિયાદ આપી હતી. જોકે પોલીસે આ બાબતને કોઈજ ગંભીરતાથી લીધી ન હતી. જ્યારે બીજી તરફ અપહરણકારો દ્વારા વિરદાનભાઈને ફરિયાદ કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હોઈ તેઓ અપમાન સહન ન કરી શકતા લાચારીના કારણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ત્યાર બાદ પણ પોલીસ પુત્રના મોતથી વ્યાકુળ બનેલા પિતાની ફરિયાદ બરાબર ન લેતા મૃતકના પરિવારજનોએ પોલીસ સમક્ષ બળાપો વ્યક્ત કર્યો હતો.
મૃતકના પિતા કેશાજી બારોટે જણાવ્યું કે, મારી પૌત્રીનું અપહરણ થયું હતું, પોલોસે કોઈજ તપાસ ના કરી, અપહરણ કર્તાઓની ધમકીઓથી કંટાળીને મારા પુત્રએ આત્મહત્યા કરી.
પોતાની દીકરીનું ચાર દિવસ અગાઉ અપહરણ થયું હોવાની ફરિયાદ વિરદાનભાઈએ થરાદ પોલીસ મથકે આપી હતી. જોકે થરાદ પોલીસ હજુ લેખિત ફરિયાદની તપાસ શરૂ કરે તે અગાઉ ફરિયાદીએ આપઘાત કરી લીધો હતો. જેથી પોલીસે હાલ અકસ્માતે મોત અન્વયે નોંધ કરી છે. જોકે અપહરણની ફરિયાદ બાબતે પોલીસ તપાસ ચાલી રહી છે તેવું જ રટણ કરી રહી છે.
થરાદ પોલીસ સ્ટેશન પી.આઈ જે.બી.આચાર્યએ જણાવ્યું કે, આત્મહત્યા મામલે હાલમાં અકસ્માત ગુન્હો નોંધ્યો છે, તેમની દીકરીના અપહરણની ફરિયાદ મળી હતી, તેની તપાસ ચાલુ છે.
હાલમાં બે દીકરીઓના પિતાને અપહરણ કર્તાઓ તરફથી મળતી વાંરવાર ધમકીઓ ના કારણે આત્મહત્યા કરતા પરિવારમાં માતમ છવાયો છે પરંતુ જો પોલીસે અપહરણની તપાસ સમયસર કરી હોત તો કદાચ વિરદાનજી એ આત્મહત્યા ના કરી હોત અને એક પરિવાર ખુશાલ જીવન જીવાત હોત, ત્યારે ખરેખર પોલીસે કોઈપણ વ્યક્તિની ફરિયાદ ગંભીરતાથી લે તે જરૂરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર