બનાસકાંઠા : રીઢો બાઈક ચોર ઝડપાયો, ચોરી કરેલા 8 બાઈક સહિત 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા : રીઢો બાઈક ચોર ઝડપાયો, ચોરી કરેલા 8 બાઈક સહિત 2.5 લાખનો મુદ્દામાલ જપ્ત

આ તમામ બાઈક ડીસાના રાણપુર ગામે આવેલ એક રહેણાંક મકાનમાં સંતાડયા હતા

 • Share this:
  આનંદ જયસ્વાલ, પાલનપુર : બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમને બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. ડીસા અને પાલનપુરમાંથી ચોરાયેલા આઠ બાઇક સહિત કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે બાઇક ચોરનાર શખ્સની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરીની ઘટનાઓ માં નોંધપાત્ર વધારો થયો છે. ડીસા અને પાલનપુરમાં અનેક જગ્યાએ બાઈકની ઉઠાંતરી થતા જિલ્લા એલસીબીની ટીમ સક્રિય બની હતી. જે દરમિયાન આજે પાલનપુરના માલણ દરવાજા પોલિટેકનિક પાસે એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે સમયે બાઇક લઇને નીકળેલા એક શંકાસ્પદ શખ્સને ઉભો રાખી તેની પૂછપરછ કરતાં તેની પાસેથી ચોરી કરેલું બાઈક મળી આવ્યું હતું.

  આ પણ વાંચો - અમદાવાદ : 110 કિલો ગાંજા સાથે રાણીપના 3 ઈસમોની ધરપકડ, જાણો ક્યાંથી લાવ્યા હતા

  પોલીસે તેની સઘન પૂછપરછ કરતા તેને ડીસા અને પાલનપુરમાં અલગ અલગ આઠ જગ્યાએ બાઈકની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આ તમામ બાઈક ડીસાના રાણપુર ગામે આવેલ લાલજી વાઘણીયાના રહેણાંક મકાનમાં સંતાડયા હોવાનું જણાવતા પોલીસે તમામ બાઈક કબજે કર્યા હતા.

  પોલીસે બાઈક ચોર જીગર કાંતિલાલ પટેલની અટકાયત કરી આઠ ચોરી કરેલા બાઇક સહિત કુલ 2.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
  Published by:Ashish Goyal
  First published: