ગાંધીનગર: કોંગ્રેસના ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ (EX MLA Ashwin kotwal) આજે પ્રદેશ ભાજપ (Gujarat BJP) કાર્યાલય કમલમ (Kamlam) ખાતે ભાજપમાં જોડાયા છે. સી આર પાટીલે (C R Patil) અશ્વિન કોટવાલને કેસરી ખેસ અને ટોપી પહેરાવ્યા છે. આ સાથે અશ્વિન કોટવાલે પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને સફેદ કાપડની આદિવાસી (Adivashi) પાઘડી પહેરાવી હતી. આ સાથે તેમણે આદિવાસીઓની નિશાની રૂપે બાળ પણ ભેટમાં આપ્યુ હતુ.
કોંગ્રેસથી હું નારાજ હતો
જે બાદ અશ્વિન કોટવાલે મીડિયાને સંબોધતા જણાવ્યુ હતુ કે, ખેડબ્રહ્માથી હું છેલ્લા ત્રણ વર્ષથી ચૂંટાતો આવ્યો છું. પરંતુ છેલ્લા ઘણાં સમયથી જે પાર્ટીમાં હું કામ કરતો હતો તેનાથી હું નારાજ હતો. પાર્ટીમાં જે આદિવાસી વિસ્તારમાં કામ કરે છે, ઉમરગામથી અંબાજી સુધી જે પાર્ટીની એનજીઓ કામ કરે છે તે આદિવાસી સમાજને ગુમરાહ કરવાનું કામ કરે છે. મેં પહેલા જ પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેં આ વાત ધ્યાન દોરી હતી. આ એનજીઓ આદિવાસી સમાજ માટે વિદેશોમાંથી રૂપિયા લઇ આવે છે અને અહીં આદિવાસીઓને છેતરે છે. આવા કામથી હું સખત નારાજ હતો. પીએમ મોદી જે રીતે આદિવાસી વિસ્તારમાં કામ કર્યુ છે તે મેં જોયુ છે.
" isDesktop="true" id="1205387" >
હું મોદી સાહેબનો ભક્ત
આ સાથે તેમણે વધુમાં જણાવ્યુ કે, પીએમ મોદીએ મને 2007માં એક વાત કરી હતી કે, રાજ્યનો એક એક આદિવાસી ધાબાવાળા મકાનમાં રહેવા જોઇએ. એના મકાનાં વીજળી, પાણી અને બે ટંકનું પેટ ભરાઇ તેવી નેમ મને કરી હતી. ત્યારે જ હું ભાજપમાં જોડાવવાનો હતો. ત્યારે મને તેમણે બોલાવીને કહ્યુ હતુ કે, મને આ કામ કરવુ છે. હું તમને ભાજપમાં જોડાવવાનું આમંત્રણ આપુ છું. ત્યારથી હું આ દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ભક્ત છું. હું બધાને કહુ છું કે, હું ભલે કોંગ્રેસમાંથી ત્રણ વખત જીત્યો પરંતુ મારા મનમાં તો નરેન્દ્ર મોદી જ છે.
" isDesktop="true" id="1205387" >
આદિવાસીઓને ઘણાં ભટકાવે છે
તેમણે વધુમાં કહ્યુ કે, આદિવાસી સમાજનો જે વિકાસ કરશે તેની સાથે હું હોઇશ, હું જે આદિવાસી સમાજમાંથી આવું છું, તે માટે સરકારે ઘણી યોજનાઓ બનાવી છે. પરંતુ ત્યાં અનેક લોકો જઇને સમાજને ભટકાવે છે.