ઊંઝા APMCમાં સત્તા પરિવર્તન, આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત

News18 Gujarati
Updated: June 10, 2019, 2:49 PM IST
ઊંઝા APMCમાં સત્તા પરિવર્તન, આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત
ઊંઝા એપીએમસી

આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત થઇ છે. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ છે.

  • Share this:
પ્રણવ પટેલ, ઊંઝા : એશિયા ખંડની સૌથી મોટી ગણાતી ઊંઝા APMCની મતણતરી ચાલી રહી છે ત્યારે 33 વર્ષ પછી સત્તા પરિવર્તન થયું છે. ખેડૂત પેનલમાં વિકાસ પેનલની જીત થઇ છે. આશા પટેલ સમર્થિત વિકાસ પેનલની જીત થઇ છે. જ્યારે નારણ લલ્લુના પુત્ર ગૌરાંગ પટેલની હાર થઈ છે. દિનેશ પટેલના સમર્થકોએ અબીલ ગુલાલ ઉછાળી, ફટાકડા ફોડી અને મોં મીઠું કરાવીને જીતની ઉજવણી કરી હતી.

વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે સીધો જંગ હતો

ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની રવિવારે યોજાઈ રહેલી હાઇ વોલ્ટેજ ચૂંટણીને લઇ સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્તેજનાનો માહોલ છવાયો હતો. ઊંઝા APMCની રવિવારે સવારે 9થી 5 વાગ્યા સુધી ઊંઝા માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડિરેકટરની ચૂંટણી ચાલી હતી.

સમર્થકોમાં ઉત્સાહનો માહોલ


 

ડિરેક્ટરોની ચૂંટણીમાં અહીં ભાજપના આશા પટેલ અને નારાયણ પટેલ જૂથ વચ્ચે સીધો જંગ હતો. આ ચૂંટણી વિકાસ અને વિશ્વાસ પેનલમાં સીધો જંગ છે. ઊંઝા APMC કબ્જે કરવા ભાજપ સામે ભાજપ જંગ લડી રહ્યું હતું.8 વર્ષથી ચેરમેન ગૌરાંગ પટેલ હતા

મહત્વનું છે કે ઉંઝાની ચૂંટણીના વિશ્વાસ પેનલના ગૌરાંગ પટેલ, વિકાસ પેનલના દિનેશ પટેલ વચ્ચે જંગ હતો. અહીં ખેડૂત વિભાગના 16 અને વેપારી વિભાગના 6 ઉમેદવારો મેદાને છે. દિનેશ પટેલ આશાબેન પટેલ જૂથના છે, જ્યારે ગૌરાંગ પટેલ નારણ પટેલ જૂથના છે. ઊંઝા APMCના છેલ્લાં 8 વર્ષથી ચેરમેન ગૌરાંગ પટેલ છે. જ્યારે આ પહેલા 30-4-1998થી 21-2-2011 સુધી નારણ પટેલનું શાષન હતું.

First published: June 10, 2019, 11:28 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading