અરવલ્લી: સારવાર માટે રુપિયા ન હતા તો, માતાપિતાએ 12 વર્ષના દીકરાને સાત હજારમાં મૂક્યો ગીરવે

અરવલ્લીમાં સાત વર્ષના બાળકને ગીરવે મુકવા મામલે આખરે પોલીસ ફરિયાદ,ગીરવે રાખીને મજૂરી કરાવનાર સામે ગુનો દાખલ થયો.

અરવલ્લીમાં સાત વર્ષના બાળકને ગીરવે મુકવા મામલે આખરે પોલીસ ફરિયાદ,ગીરવે રાખીને મજૂરી કરાવનાર સામે ગુનો દાખલ થયો.

 • Share this:
  હાર્દિક પટેલ, અરવલ્લી: ગત ચાર માર્ચના રોજમાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર ઘટના સામે આવી હતી. અરવલ્લી જિલ્લામાં 12 વર્ષના બાળકને સાત હજાર રૂપિયામાં ગીરવે મૂકવાની ઘટના પ્રકાશમાં આવી હતી. મોડાસાની અગમ સંસ્થા અને ટાસ્કફોર્સે 12 વર્ષના બાળકનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ અનેક ચોંકાવનારી વિગતો સામે આવી હતી.ગરીબ પરિવારના માતા-પિતાએ માત્ર સાત હાજરમાં બાળકને ગીરવે મૂકી દઈને બીમારીનો ઈલાજ કરાવવા પ્રયાસ કર્યો હતો. અરવલ્લી ચાઈલ્ડ વેલ્ફેર કમિટી અને બાદ સુરક્ષા અધિકરી દ્વારા બાળકનો સુરિક્ષત રીતે કબજો મેળવી બાળકને હિંમતનગર ચાઈલ્ડ હોમમાં મોકલી આપ્યું હતું.જેમાં હવે 15 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.

  દંપતીને ત્રણ બાળકો છે

  અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગરીબ પરિવારના એક દંપતીને ત્રણ બાળકો છે. જેમાં બે દીકરા અને એક દીકરીનો સમાવેશ થાય છે. આ ગરીબ દંપતી દિવસ દરમિયાન મજૂરી કરી ઘર ચલાવતું હતું. જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જવાનું થતું હતું. ત્યારે આ દંપતીમાંથી માતાને વાલ્વની બીમારી છે. જેથી તેની સારવાર માટે રૂપિયાની જરૂર પડી હતી. આ દરમિયાન તેઓ મોડાસાના ખંભીસર ગામના માલધારી રાણાભાઇ વાલાભાઇ ભરવાડના સંપર્કમાં આવ્યા હતા. જે ઘેટાં બકરા ચરાવીને ખુદ પોતાની રોજગારી મેળવે છે.

  સૌથી મોટા દીકરાને મજૂરીએ મૂકે છે

  ત્યારે ગરીબ દંપતીને રૂપિયાની જરૂર હતી અને ત્રણ બાળકોમાંથી મોટા  12 વર્ષના બાળકને માલધારીને ત્યાં મૂકે છે. જેમાંથી તેઓ સાત હજારથી 10 હજાર સુધીની રકમ તેવો મેળવે છે. સમગ્ર મામલે ટાસ્ક ફોર્સના સદસ્યને માહિતી મળે છે અને તેઓ અગમ સંસ્થાના હેતલબેન રાઠોડનો સંપર્ક કરે છે. એક 12 વર્ષના બાળક પાસે બાળ મજૂરી કરાવવામાં આવી રહી છે તેવી વિગતોના આધારે નજર રાખવામાં આવી હતી.

  નકલી DSP બનીને બારડોલીની મહિલાએ યુવકને આપી નોકરીની લાલચ, 13 લાખ ખંખેરી લીધા

  બાળકનું રેસ્ક્યુ થયું

  ત્યારબાદ ગત ચાર માર્ચના રોજ બાળકનું રેસ્ક્યુ ખંભીસર ગામેથી કરવામાં આવ્યું હતું. જેને પહેલા હેતલબેન રાઠોડ દ્વારા જમવાથી લઇ કપડાં સુધીની મદદ અપાઈ હતી. બાળકને અરવલ્લી બાદ સુરક્ષા કચેરી ખાતે રજુ કરી સમગ્ર વિગતો મેળવવામાં આવી હતી. જેમાં બાળકને ગીરવે મુકાયો હોવાના પુરાવા પ્રાપ્ત થયા હતા.  બાળકને પરિવારને નહિ સોંપવા નિર્ણંય લેવાયો

  સંવદેનશીલ કહેવાય તેવી આ ઘટના મામલે જિલ્લા કલેકટર,એસપી સજાગ હતા. ત્યારે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ આગળ બાળકના પરિવાર અને ગીરવે લેનાર બંને રજુ કરવામાં આવ્યા હતા અને બાળકને પરિવારને નહિ સોંપવા નિર્ણંય લેવામાં આવ્યો હતો. અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેશ ઓરંગાબાદકરની અધ્યક્ષતાવાળી બેઠક બાદ શ્રમિક રેસ્ક્યુ તથા રિહેબિલિટેશન ટાસ્કફોર્સ અને અન્ય સંસ્થાઓની  બેઠકો કરવામાં આવી હતી.

  રાજ્યમાં લૉકડાઉન અંગે CM રૂપાણીનું મોટું નિવેદન: 'લૉકડાઉન નહીં થાય, લોકોએ ડરવાની જરૂર નથી'

  બાદમાં કલેકટર અને પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના આસિસ્ટન્ટ લેબર કમિશનર દ્વારા જરૂરી પુરાવા એકઠા કરીને બાળકનું નિવેદન લઈને બાળક ગીરવે લેનાર આરોપી રાણાભાઇ વાલાભાઇ ભરવાડ રહે ખંભીસર સામે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસે મજૂરી બાળમજૂરી કરાવતા હોવાનું પ્રસ્થાપિત થતા તેમના વિરુદ્ધ બાળ અને તરુણ શ્રમિક અધિનિયમ,1986 અન્વયે ફોજદારી કાર્યવાહી માટે મોડાસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

  દંપતીની મજબૂરીએ કરાવ્યું આવું કામ!

  સમગ્ર ઘટના મામલે લોકોમાં આક્રોશનો માહોલ હતો. સાત હજારમાં 12 વર્ષના બાળકને ગીરવે મૂકી દેવાનો નિર્ણંય કરનાર માં-બાપ સામે ફિટકાર જોવા મળતો હતો. ન્યુઝ18 સાથેની વાતચીતમાં માતાએ પોતે બાળકને વેચ્યું નહિ હોવાની બાબતનું સતત રટણ કર્યું હતું.અને ખુદને વાલ્વની બીમારી હોય બાળકને ત્યાં મૂક્યું હતું અને ઉધાર રૂપિયા લીધા હતા. આ નિવેદનના આધારે દંપતિની મજબૂરી છતી થાય છે. પણ આ નિર્ણંય આવકારવા લાયક નહોતો તે સત્ય છે.
  Published by:Kaushal Pancholi
  First published: