Home /News /gujarat /

બનાસકાંઠાઃ પિતાએ જ કરી હતી સામુહિક હત્યા, બે વ્યાજખોરોની ધરપકડ

બનાસકાંઠાઃ પિતાએ જ કરી હતી સામુહિક હત્યા, બે વ્યાજખોરોની ધરપકડ

સમગ્ર કેસમાં વ્યાજખોરોનો ત્રાસ કારણભુત હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે વ્યાજખોરોની કલમ 306 એટલે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા હેઠળ ધરપકડ કરવામાં આવી.

સમગ્ર કેસમાં વ્યાજખોરોનો ત્રાસ કારણભુત હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે વ્યાજખોરોની કલમ 306 એટલે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા હેઠળ ધરપકડ કરવામાં આવી.

    આનંદ જયશ્વાલ, બનાસકાંઠાઃ બહુચર્ચીત બનાસકાંઠાના કુંડા ગામે સામુહિક હત્યાકાંડ મામલે SP પ્રદીપ સેજુળે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓએ સમગ્ર કેસમાં કેટલી તપાસ કરાઇ અને કેવા પગલા લેવામાં આવ્યા તે અંગે માહિતી આપી હતી. જેણાં જણાવાયું કે પિતા કરશન પટેલે માનસિક તાણમાં હોવાને કારણે પરિવારના સભ્યોની હત્યા કરી પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

    પ્રાપ્ત વિગત પ્રમાણે બનાસકાંઠાના લાખણીના કુંડા ગામે સામુહિક હત્યાકાંડ મામલે SP પ્રદીપ સેજુળે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે પોલીસની SITની તપાસમાં પિતાએ જ પરિવારના સભ્યોની હત્યાઓ કરી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફોરેન્સિક અને સંયોજિક પુરાવામાં સ્પષ્ટ થયું છે કે પિતા કરશન પટેલે માનસિક તાણમાં હોવાને કારણે આ ઘાતક પગલુ ભર્યું હતું.

    અહીં ક્લિક કરી વાંચોઃ શિક્ષણ બોર્ડે રાજપીપળાની સ્કૂલની માન્યતા રદ્દ કરી, 400 વિદ્યાર્થી રઝળ્યાં

    વધુમાં તેઓએ જણાવ્યું કે સમગ્ર કેસમાં વ્યાજખોરોનો ત્રાસ કારણભુત હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બે વ્યાજખોરોની કલમ 306 એટલે કે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તો ભીત પર લખવામાં આવેલા નામો પૈકી 7 વ્યક્તિઓની અટકાયત કરી સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Family suicide, Suicide case, Villages

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन