ઊંઝા APMC ચૂંટણી : ભાજપના MLA આશા પટેલ અને ગૌરાંગ પટેલ જૂથ વચ્ચે જંગ

News18 Gujarati
Updated: June 9, 2019, 3:26 PM IST
ઊંઝા APMC ચૂંટણી : ભાજપના MLA આશા પટેલ અને ગૌરાંગ પટેલ જૂથ વચ્ચે જંગ
ઊંજા APMCની ચૂંટણીમાં આજે પૂર્વ ધારાસભ્ય નારણ પટેલના પુત્ર ગૌરાંગ પટેલ અને હાલના ધારાસભ્ય આશા પટેલ વચ્ચે ખરાખરીનો જંગ છે.

એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણમાં સત્તા માટેનો જંગ. ધારાસભ્ય આશા પટેલ જૂથના દિને પટેલ અને પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ વચ્ચે જંગ

  • Share this:
પ્રણવ પટેલ, ઊંઝા : એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટિંગ યાર્ડની બોર્ડ ઑફ ડિરેક્ટરની ચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપના જ બે જૂથો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં ખેડૂતો વિભાગ અને વેપારી વિભાગના મતદારો મતદાન કરશે. ખેડૂત વિભાગમાં 16 ઉમેદવારો મેદાને છે, તો વેપારી વિભાગમાં 7 ઉમેદવારો મેદાને છે. ખેડૂત વિભાગમાં 313 મતદારો છે જ્યારે વેપારી વિભાગમાં 1631 મતદારો નોંધાયો છે. સવારે 9.00 વાગ્યાથી શરૂ થયેલી ચૂંટણી માટે યોજાયુ હતું. આ ચૂંટણીનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ગૌરાંગ પટેલ ઊંજાના પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના પુત્ર છે જ્યારે દિનેશ પટેલ વર્તમાન ધારાસભ્ય આશા પટેલના જૂથના છે.

ઊંઝા APMC આવતીકાલે પરિણામને અનુલક્ષીને બંધ રાખવામાં આવશે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદારો મત આપવા આવી રહ્યાં હતા. એશિયાના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડની ચૂંટણમાં સત્તા માટેનો જંગ. ધારાસભ્ય આશા પટેલ જૂથના દિને પટેલ અને પૂર્વ ચેરમેન ગૌરાંગ પટેલ વચ્ચે જંગ APMCમાં ખેડૂત વિભાગમાં 313માંથી 311 મતદારોએ મત આપ્યો હતો. વિકાસ અને વિશ્વાસ પેનલ વચ્ચે પુનરાવર્તન કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌની મીટ છે.

આ પણ વાંચો :  અંબાજીમાં અકસ્માતનો ભોગ બનનારા માટે આર્થિક સહાયની મેવાણીની માંગણી 

ઊંજા APMCની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યુ હતું.


આ ચૂંટણી મહત્ત્વની એટલા માટે છે કારણ કે આ એશિયાની સૌથી મોટી ચૂંટણી છે. પૂર્વ ધારાસભ્યનું આ સંસ્થા પર વર્ષ 1998થી વર્ચસ્વ રહ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં કરોડો રૂપિયાનો વેપાર થાય છે. APMCમાં આ મતદાન દ્વારા ચેરમેન, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોને ચૂંટવામાં આવશે. વેપારી વર્ગની ચાર બેઠકો માટે 4 બેઠક માટે 6 ઉમેદવાર મેદાને છે.

ઊંઝામાર્કેટ જીરૂના વેપાર માટે સમગ્ર વિશ્વમાં જાણીતું છે. સમગ્ર દેશમાંથી વેપારીઓ અને ખેડૂતો જીરૂ વેચવા માટે અહીંયા આવતા હોય છે ત્યારે આ ચૂંટણીમાં પરિવર્તન થશે કે પછી પૂર્વ ધારાસભ્ય નારણ પટેલના જૂથનો વિજય થશે તે આવતીકાલે જાહેર થનારા પરિણામ બાદ જ જાણી શકાશે.
First published: June 9, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading