અંબાજીમાં જામ્યો વનકિસાન મેળો, રીંછ અને દીપડાએ જમાવ્યું આકર્ષણ!

  • Share this:
    મહેન્દ્ર અગ્રવાલ, પાલનપુર

    આ વખતે રાજ્ય કક્ષાના 70માં પ્રજાસતક દિન એટલે કે 26મી જાન્યુઆરીની ઉજવણી બનાસકાંઠાના પાલનપુર ખાતે થનાર છે. જે પહેલા શુક્રવારે મુખ્યમંત્રી અંબાજીની મુલાકાતે આવનાર છે. તે પૂર્વે અંબાજી ખાતે બે દિવસના વનકિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં દીપડા અને રિંછની પ્રતિકૃતિએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.

    ગુરુવારે આદિજાતિ વિકાસ અને વનપ્રધાન ગણપત વસાવાએ અંબાજી ખાતે બે દિવસીય વનકિસાન મેળાને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મોટી સંખ્યાના ખેડૂતોને સજીવન ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. જ્યારે બનાસવારમી, સોલારકીટ, એપિક્લચરલ કીટના લોકાર્પણ સાથે ભારત સરકારની ઉજવલા યોજના અંતર્ગત ગેસના બાટલા તેમજ રાજ્ય અને ભારત સરકારની વિવિધ યોજનાના ચેક લાભાર્થીઓને અર્પણ કરાયા હતા.

    અહીં ક્લિક કરી વાંચો Jio ફોન ધારકો માટે ખાસ પ્લાન, એક રિચાર્જમાં છ મહિના સુધી બધુ ફ્રી

    વનકિસાન મેળામાં ખેડૂતોને લગતા વિવિધ પ્રદર્ષનીય મેળાનું પણ ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં જંગલ પેદાશમાંથી બનાવેલા વિવિધ ફૂડના ફોરેસ્ટ ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરાયું છે. કુદરતી વાનગીઓનો લાભ લેવા ઇચ્છતા હોવ તો પહોંચી જાવ અંબાજીમાં આયોજીત વનકિસાન મેળામાં. આ મેળામાં કિસાનો દ્વારા તૈયાર કરવામાં આવનાર કિસાન વેનનું પણ ખડમૂર્હુત કરી વૃક્ષારોપણ કરાયું હતું,. તો વનમાં વિવિધ સ્થળે મુકાયેલા દીપડા અને રીંછની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
    Published by:Sanjay Vaghela
    First published: