Home /News /gujarat /PM મોદીએ બોર્ડર ટુરિઝમનું સપનું જોયું હતું, અહીં આવનાર લોકોને દેશભક્તિનો અનુભવ થશે: નડાબેટ ખાતે અમિત શાહ

PM મોદીએ બોર્ડર ટુરિઝમનું સપનું જોયું હતું, અહીં આવનાર લોકોને દેશભક્તિનો અનુભવ થશે: નડાબેટ ખાતે અમિત શાહ

નડાબેટમાં ગૃહમંત્રી અમિત શાહ

Amit Shah in Gujarat: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે નડાબેટ પહોંચીને નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા.

બનાસકાંઠા: ભારત-પાક. સરહદ (India Pakistan Border) પાસે બનાસકાંઠાના નડાબેટ (Nadabet ) ખાતે બીએસએફનો (BSF) પ્રથમઅત્યાધુનિક પ્રોજેક્ટ ‘સીમાદર્શન પ્રોજેક્ટ’નું આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના (Home Minister Amit Shah) હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજથી ભારત-પાક સરહદ- નડાબેટ ખાતે પણ વાઘા-અટારી બોર્ડર (wagah attari border) જેવો નજારો જોવા મળશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સવારે નડાબેટ પહોંચીને નડેશ્વરી માતાના દર્શન કર્યા હતા. તે બાદ 125 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્દઘાટન કર્યુ હતુ.'10 વર્ષ બાદ નડાબેટ સેન્ટર 5 લાખ લોકોને રોજગારી આપશે'

કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહનું સંબોધનમા જણાવ્યુ કે, પ્રધાનમંત્રી મોદીએ સીમા દર્શનની કલ્પના કરી હતી. PM મોદીએ બોર્ડર ટુરિઝમનું સપનું જોયું હતું. અહીં આવનાર દરેકને દેશભક્તિનો એહસાસ થશે. 10 વર્ષ બાદ નડાબેટ સેન્ટર 5 લાખ લોકોને રોજગારી આપશે.


તેમણે વધુમાં જણાવ્યુ કે, અહીં લોકોના આવવાથી પર્યટનને પણ પ્રોત્સાહન પ્રાપ્ત થશે. હાથ જોડીને મોદીજીની કલ્પનાને નમન કરું છું.


40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાશે

પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે. તેમજ 40 ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Nadabet: નડાબેટમાં 125 કરોડના ખર્ચે નબેલા ટુરિઝમ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન, જાણો સુવિધાઓ

આ ઉપરાંત, પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જોવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જોઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે.પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-55 ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-27 એરક્રાફ્ટને જોઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે. નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે.
First published:

Tags: અમિત શાહ, ગુજરાત, બનાસકાંઠા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો