અંબાજી: વેપારીનો અનોખો વિરોધ, ખોટી રીતે પાર્ક કરાયેલ કાર પર ગોઠવી દીધાં વાસણો

News18 Gujarati
Updated: March 24, 2018, 5:04 PM IST
અંબાજી: વેપારીનો અનોખો વિરોધ, ખોટી રીતે પાર્ક કરાયેલ કાર પર ગોઠવી દીધાં વાસણો

  • Share this:
અંબાજીમાં એક વાસણના વેપારીએ પોતાની દુકાન સામે ખોટી રીતે ઉભી રાખેલી કાર સામે અનોખો વિરોધ નોંધાયો છે. વેપારીની દુકાન સામે એક માણસ કાર પાર્ક કરીને જતો રહ્યો હતો. વેપારીને દુકાન ખોલવાના સમયે જ આ કાર પાર્ક કરેલી હતી. જેના કારણે વેપારીને અનોખો વિરોધ કરવો પડ્યો.

અંબાજીમાં વાસણના વેપારીની દુકાન સામે એક કાર મુકીને જતા રહ્યાં હતાં. તેમણે અનોખો વિરોધ કરવા માટે કારની ઉપર તેમની દુકાનના વિવિધ વાસણો મુકી દઈને વિરોધ નોંધાવ્યો હતો.

વેપારી બાબુભાઈએ આ અંગે જણાવ્યું હતું કે, 'મારી દુકાન ખોલવાનો સમય હતો ને આ કાર દુકાનને અડી ને ખોટી રીતે પાર્ક કરાઈ હતી.



જેથી દુકાન ખોલવામાં અડચણ થતા વાસણને આ કાર ઉપર ગોઠવીને પોતાના માટે સુવિધા રૂપે કારનો ઉપયોગ કર્યો હતો.'

સ્ટોરી: મહેન્દ્ર અગ્રવાલ
First published: March 24, 2018
વધુ વાંચો
अगली ख़बर